પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૦ ટકા ફાળા સહાય અંતર્ગત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૬૦ લાભાર્થીઓ ને રૂ.૩૨ લાખ ની સહાય ચૂકવવામાં આવી છે તેમ ગ્રામ ગૃહ અને ગ્રામવિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ એ જણાવ્યું છે.
વિધાનસભા ગૃહમાં મંત્રીશ્રીએ પ્રધાનમંત્રીના આવાસ યોજના અંતર્ગત ચૂકવવાની સહાય અંતર્ગત મંત્રી એ જણાવ્યુ કે લાભાર્થી આવાસ યોજના છ માસમાં પૂર્ણ કરે તેને રુ.૨૦,૦૦૦ પ્રોત્સાહન આપવામાં આવે છે. તુમ સાહેબ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ૨૦૭ લાભાર્થીઓને રૂપિયા ૧૦.૩૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ બનાવવાના હેતુથી છેલ્લા એક વર્ષમાં રૂ.૫૭ કરોડથી વધુની ગ્રાન્ટ ફળવાઇ
મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના ઉમદા હેતુથી માસિક ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે. આ અંતર્ગત તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ યોજના હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૫૭.૦૭ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ, વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નોનો જવાબ આપતા વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.
મંત્રી ડિંડોરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતાના આગ્રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અનેકવિધ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યા છે જેમાં નાગરિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળાદિઠ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પ્રતિમાસ રકમ ચૂકવવામાં આવ્યો છે. જેમાં ૦ થી ૧૦૦ સુધીની સંખ્યા હોય તો શાળાને પ્રતિ માસ રૂ. ૧,૦૦૦/-, ૧૦૧ થી ૩૦૦ સુધી પ્રતિમાસ રૂ. ૧,૮૦૦/-, ૩૦૧ થી ૫૦૦ સુધી પ્રતિમાસ ૪,૦૦૦/- જ્યારે ૫૦૦ કે થી વધુ સંખ્યા હોય તેવી શાળાને પ્રતિ માસ રૂ. ૫,૦૦૦/-ની રકમ સ્વચ્છતા માટે ફાળવવામાં આવે છે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.