પીવી સિંધુએ સેમિફાઇનલમાં મેળવ્યો પ્રવેશ, મેડલથી હવે એક જીત દૂર

પીવી સિંધુએ આજે ​​ટોક્યો ઓલિમ્પિકનાં 8 માં દિવસે બેડમિંટન મહિલા ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને 21-13, 22-20થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સિંધુ-યામાગુચીની વચ્ચેનો આ જબરદસ્ત મુકાબલો 56 મિનિટ સુધી ચાલ્યો હતો. સિંધુએ આ મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે મેડલથી હવે એક જીત દૂર છે.

જાપાનની અકાને યામાગુચી ભલે સિંધુની સામે તેનુ કદ નાનુ હોય પરંતુ તેણે ખૂબ જ ચપળતા અને ચતુરાઈથી શરૂઆત કરી હતી. સિંધુએ શરૂઆતમાં એટેક ટાળવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે આ સમયગાળા દરમ્યાન માત્ર એક જ સ્મેશ કર્યો હતો. આ દરમ્યાન, યામાગુચી 6-4થી આગળ ચાલી રહી હતી. સિંધુએ અહીં ફરી વાપસી કરી અને પોતાની રમતમાં પરત આવીને સ્કોર 6-6 પર બરાબરી પર લાવી દીધો અને પછી 7-6ની લીડ પણ મેળવી લીધી હતી. હવે આ જ રીતે વિરોધી પર દબાણ લાવવાની જરૂર હતી. સિંધુએ અહીં શાનદાર રમત બતાવી હતી અને તેના સતત એટેકે યામાગુચીને વધુ તક આપી ન હોતી. જોકે, ટૂંકા વિરામ બાદ અકાને જબરદસ્ત સ્મેશ સાથે પોઈન્ટ મેળવ્યો હતો અને ફરી સિંધુએ પોઈન્ટ લઈને ખાતાની બરાબરી કરી હતી. પ્રથમ સેટમાં આ પ્રસંગે, એવી વર્લ્ડ ક્લાસ રેલીઓ જોવા મળી હતી કે સિંધુએ ફરીથી બતાવી દીધુ કે તેનુ સ્થાન કેવા ખેલાડીઓમાં આવે છે. તેણે અકાનેને સતત દબાણ હેઠળ રાખી હતી. તેણે 6-7ની સતત લીડ જાળવી રાખી હતી.

યામાગુચીએ પ્રથમ રમતનાં અંત સુધીમાં બે પોઇન્ટ બનાવ્યા હતા, જો કે સિંધુ 21-13થી રમતમાં પરત ફરી હતી. સિંધુએ બીજી રમતની શરૂઆત જબરદસ્ત સ્મેશથી કરી, જેના પર તેને અંક મળ્યા. જો કે, હુમલો કરતી વખતે અકાને પણ સ્કોર બરાબરી કરી દીધો હતો. આ સેટમાં, મુકાબલો ટાઈ થઇ ગયો હતો પરંતુ અકાને યામાગુચીએ મધ્યમાં એક ગેમ ગુમાવી દીધી હતી અને સિંધુએ તુરંત જ 4 પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. યામાગુચીની નર્વસતા જોઈ શકાતી હતી. બીજા સેટમાં અડધા વિરામ પછી, સિંધુની સ્મેશમાં સતત વિવિધતા જોવા મળી હતી, જેનો ફાયદો પણ તેને મળ્યો.