દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના એક ગામની એક સગીરા સાથે પોતાના સગા પિતા તેમજ ગામના અન્ય એક સગીરે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.લીમડી પોલીસ મથકે પિતા અને અન્ય એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલોદ તાલુકાના એક ગામની સગીરાની તબીયત બગડતા તેને પરિવારજનો દ્વારા એક ખાનગી હોસ્પિટલમા તપાસ માટે લઈ જવામા આવી હતી. ખાનગી હોસ્પિટલના તબીબે સગીરાની શારિરીક તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી. સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યા બાદ સગીરાની પૂછપરછ કરવામાં આવતા તેના પિતા અને અન્ય એક સગીરે જ તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની વાત કરતા અન્ય પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર બનાવ અંગે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે પિતા અને સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
2 thoughts on “પિતાએ જ માસૂમ પુત્રીને પીંખી નાખી : ઝાલોદ તાલુકાની એક સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો, પિતા અને અન્ય એક સગીરે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ”
Comments are closed.