મુંબઇ : ટીવી એક્ટ્રેસ અંક્તિા લોખંડેના ઘરેથી ખરાબ સમાચાર આવ્યા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ તેના પિતાનું નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અંક્તિા તેના પિતાની ખૂબ નજીક હતી. તે સોશિયલ મીડિયા દ્વારા પણ તેના પિતાની ઝલક બતાવતી હતી. પિતાના મૃત્યુ બાદ અંક્તિા લોખંડેની હાલત ખરાબ છે. તેણે માત્ર પિતાને કાંધ આપીને પુત્રની ફરજ નિભાવી. આ દરમિયાન અંક્તિા તૂટેલી દેખાતી હતી અને તેનો પતિ વિકી તેની સંભાળ રાખતો હતો.
અંક્તિા લોખંડેના પિતાના અંતિમ સંસ્કાર દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન અભિનેત્રી તેના પિતાના મૃતદેહને કાંધ આપતી જોવા મળે છે. તે રડી રહી છે અને લાગે છે કે તે આ ખરાબ સમયનો સામનો કરવા માટે હિંમત એકઠી કરી રહી છે. તેનો પતિ વિકી જૈન પણ તેની સાથે છે. આ દુ:ખદ અવસર પર વિકી તેની પત્નીને સાથ આપી રહ્યો છે અને તેને સાંત્વના આપતો જોવા મળે છે.