તાપી, તાપ નજીક ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક એક આત્મહત્યાની ઘટના ઘટી છે, અહીં પિતાએ પોતાના દીકરાને નવી બાઇક ના લઇ આપવાની બબાલ જીવ ગુમાવવા સુધી પહોંચી છે, પિતાએ નવી બાઇક ના લઇ આપવાનું કહેતા દીકરાએ પોતાની પત્ની સાથે ટ્રેન નીચે પડતુ મુક્યુ છે, બન્નેના મોત થઇ ચૂક્યા છે.
માહિતી પ્રમાણે, તાપી નજીક મહારાષ્ટ્રના નવાપુરના તીનટેમ્બા ગામના ત્રણ વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. પિતાએ બાઇક લઈ આપવા ના પાડતા દીકરાએ પોતાની પત્ની સાથે ફૂલલી વિસ્તારની તપ્તી રેલવે લાઈન પર જઈને ટ્રેન નીચે આત્મહત્યા કરી લીધા હતી. આ બનાવની જાણ જ્યારે તેના પિતાને થઇ તો તેઓ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, ત્યાં તેમને પોતાના દીકરા અને પુત્રવધુનો મૃતદેહ જોતા તેમને પણ આત્મહત્યા કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, નજીવી બાબતે ઝઘડો થયો અને બાદમાં ઝઘડો એકજ પરિવારના ત્રણ લોકોનું મોતનુ કારણ બન્યો હતો. આમાં સૈયદ ગાવિત, સાવન ગાવીત અને તેમની પત્નીનું મોત થતાં આખુ ગામ હીબકે ચઢ્યું હતુ.