દિલ્હીમાં એક પિતાએ એવી બર્બરતા બતાવી કે જેના વિશે સાંભળીને લોકોના આત્મા કંપી ઉઠશે. દિલ્હીના પૂથકલાન ગામમાં પિતાએ બે નવજાત જોડિયા છોકરીઓની હત્યા કરી દફનાવી દીધી હતી. આરોપી પિતા નીરજ સોલંકીની હરિયાણાના રોહતકમાંથી ધરપકડ કરવામાં આવી છે.

૩.૦૬.૨૦૨૪ ના રોજ, પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિએ તેની ૩ દિવસની જોડિયા છોકરીઓની હત્યા કરી હતી અને તેમના મૃતદેહને ઘાટમાં દાટી દીધા હતા. ત્યારબાદ પોલીસ કર્મચારીઓને સ્મશાનભૂમિ પર તૈનાત કરવામાં આવ્યા હતા જ્યાં બાળકોને દફનાવવામાં આવ્યા હતા અને જોડિયાના મૃતદેહને બહાર કાઢવા માટે સંબંધિત એસડીએમ પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. પરવાનગી મળ્યા બાદ જોડિયા બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મૃતદેહોને છોકરીઓના મામાને સોંપવામાં આવ્યા હતા. દ્ગડ્ઢઇ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપી નીરજ સોલંકી (પિતા)ને શોધી કાઢવા સખત મહેનત કરી અને તેની ધરપકડ કરી.