પીપલોદ,પીપલોદથી વાડોદરને જોડતા રસ્તાનુ બંને સાઈડમાં ધોવાણથી ખાડા પડી ગયા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભય સેવાઈ રહ્યો છે. વાડોદર તરફના લોકોને પીપલોદ આવવા માટે વાયા અસાયડીથી 4 થી 5 કિ.મી વધુઅંતર કાપવુ પડે છે. આ રસ્તો શોર્ટકટ હોવાથી લોકો તેનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેથી સમય અને નાણાંનો બચાવ થાય છે. પ્રા.આ.કેન્દ્ર ગુણા ખાતે ફારમ, સાલીયા, અને ગુણા ગામના લોકો માટે મહત્વનો છે. કોરીોર હાઈવેના કામકાજ માટે ગ્રીટના મટીરીયલ્સની ફેકટરી નજીકમાં આવેલી છે. જેના માલસામાન પરીવહન માટે રાખેલા ડમ્પર, ટ્રક, જેસીબી તેમજ તોતિંગ પૈડાવાળી ક્રેનો વગેરે અહિંથી પસાર કરવામાં આવતા હોવાથી આ રસ્તો વધારે ખરાબ થયો હોવાનો સ્થાનિક લોકોનો બપાળો છે. આસપાસના ગામોના સરપંચો, આગેવાનો અને સ્થાનિકો દ્વારા ક્ધસ્ટ્રકશન કોન્ટ્રાકટર અને કવોરીના માલિકોને લેખિત તથા મોૈખિત રજુઆત કરી છે. જેના નિરાકરણમાં રસ્તાની બંને સાઈડમાં જરૂરી પુરાણ કરી બનાવી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ વાતને બે વર્ષ વિતી ગયા છતાં પણ કોઈ સુદ્ધા ઘ્યાને લેવાયુ નથી. હાલ ગામડામાં લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ હોવાથી કોઈ મોટી દુર્ધટના ધટે તે પહેલા જવાબદાર તંત્ર ઘ્યાને ધરી યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બનવા પામ્યુ છે.