
દાહોદ,જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદ તથા તેજસ વિદ્યાલય પીપલોદના સંયુક્ત ઉપક્રમે પરિણામ સુધારણા એક સામાજીક અભિયાન અંતર્ગત પરીક્ષાલક્ષી માર્ગદર્શન મીટીંગ યોજાય.

મિટિંગમાં દાહોદ જીલ્લાની 400થી વધુ શાળાના આચાર્ય હાજરી આપી. વર્ગના તમામ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 33 ગુણ મેળવે અને સો ટકા પાસ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. વહીવટી પ્રશ્ર્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેજસ વિદ્યાલયના પ્રમુખ રાજુભાઈ સોની દ્વારા તમામનું સ્વાગત કરી આવકાર પ્રવચન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વિશ્ર્વાસ માર્ગદર્શન આપવામાં તેઓ જણાવજો કે આપ તો ઋષિમુનિના અવતાર છો પરિણામ સુધારણા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો. વિકસિત ભારત માટે આ નાગરિકોને ઉત્તમ રીતે તૈયાર કરવાની જવાબદારી આચાર્યઓના શિરે છે તેમ જણાવ્યું. પૂર્વ જીલ્લા શિક્ષણ અધિકારી સુરેશભાઈ મેડાએ પરિણામ સુધારણા ની સો ટકા પરિણામ કેવી રીતે લાવવું. આચાર્યને સંકલ્પ સૂત્ર આપ્યું પરિણામ માટે કરેલા તમામ પ્રયત્નો તેઓ જણાવ્યા હતા. દાહોદ જીલ્લામાં પહેલી જાન્યુઆરીના રોજ તમામ શાળાઓમાં વાલી મીટીંગ ના આયોજન કરવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટેની જવાબદારી આપણી છે, તેમ જણાવ્યું. નવ નિયુક્ત જીલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રભાઈ દમય જીલ્લાના પ્રશ્ર્નો ભૌગોલિક તેને સામાજીક પરિસ્થિતિ સમજીને જલ્દીથી ઉકેલ લાવવા નીયાધાર અને ખાતરી આપી હતી તથા પરિણામ સુધારા માટે તમામ આચાર્ય મન દઈને લાગી જવા માટે જણાવ્યું હતું.

DRDR ના ડાયરેક્ટર બી.એમ.પટેલ, દાહોદ આચાર્ય સંઘના પ્રમુખ રમેશભાઈ સંગાડા, મહામંત્રી અલ્કેશભાઈ પ્રજાપતિ, સંઘના અધ્યક્ષ, શિક્ષણ સેવા વર્ગ-2 ના 17 જેટલા અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રસંગે આભાર વિધિ શિક્ષણ નિરીક્ષક રાકેશભાઈ દ્વારા કરવામાં આવી.