પીપલોદના સાલિયા ગામની અંડરબ્રિજની અધુરી કામગીરીથી વાહનચાલકોને હાલાકી

પીપલોદ, દે.બારીઆ તાલુકાના પીપલોદ પાસે આવેલા સાલિયા ગામ ખાતેની રેલ્વે ક્રોસિંગ ફાટક નં-26 હવે કાયમ માટે રેલ્વે તંત્ર દ્વારા નજીકમાં અંડરબ્રિજ બનાવી અને બંધ કરવામાં આવી છે. આ અંડરબ્રિજ નીચેથી સાલિયા, ગુણા, ફારમ, અસાયડી, અને વાડોદર એમ ચાર ગામડાનો સંપર્ક વાહનવ્યવહાર મારફતે થાય છે. ચાર ગામના લોકો, ખેડુતો, નોકરીયાતો, અને વિધાર્થીઓ માટે આવન-જાવન પણ આ અંડરબ્રિજ નીચેથી કરવામાં આવતી હોય છે. હમણા ચાલુ ચોમાસુ સત્રમાં વરસાદ વરસવાના કારણે સાલિયા ખાતેના અંડરબ્રિજમાં વરસાદી પાણી સાથે માટીનુ ધોવાણ થઈને બ્રિજ ના બનેલા રોડ ઉપર આવતા કાદવ-કિચડના થર જામી જતા રાહદારીઓ સહિત વાહનચાલકોને અવર જવર કરવુ મુશ્કેલ બન્યુ છે. જયારે અંડરબ્રિજની કામગીરી કરતી ખાનગી એજન્સીના કોન્ટ્રાકટર દ્વારા નેશનલ હાઈવે રોડને અડીને અંડરબ્રિજ સુધી કોઈ ડામર રોડ નહિ બનાવતા કાદવ-કિચડનો જમાવડો જામતા બાઈક સવાર તો ઠીક પરંતુ મોટી ગાડીઓ પસાર કરવુ પણ મુશ્કેલ બન્યુ છે. જયારે આવી પરિસ્થિતિ પીપલોદ બજારમાં બની રહેલા અંડરબ્રિજની બનવા પામી છે. જયાં પણ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીમાં માટી પથરાઈ જતા કિચડના કારણે રણધિકપુર તરફ જવાના રસ્તા ઉ5ર વાહનચાલકોને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.