પીપલોદ ગામમાં આવેલા જૂના નેશનલ હાઇવે રોડમાં મસમોટા ખાડા પડતા અક્સ્માતની સેવાતી ભીંતિ.!!

દાહોદ, પીપલોદ ગામના રહીશો રોડના મોટા મોટા ખાડા થી બાર મહિના થી હેરાન પરેશાન થઈ ગયા વરસાદ ન હતો. તે પહેલા ધુળો થી ત્રાસ અને હવે વરસાદ ના પાણી ભરેલા મોટા મોટા ખાડા થી પ્રજા એ પારાવાર સામનો કરવો પડે છે.

પીપલોદ બજાર વિસ્તાર માંથી નેશનલ હાઈવે રોડ બાયપાસ બની ગયા પછી નવીન રોડનું માત્ર એક જ વાર બનાવવામાં આવેલ છે. ત્યારબાદ તેનો કોઈ પણ પ્રકારનો સમારકામ અથવા તો રોડની સારવાર માટે લાગતા નેશનલ હાઈવેના અધિકારી અથવા તો જીલ્લા પંચાયત આર એન્ડ બી વિભાગના કોઈપણ કર્મચારીએ આદિન સુધી રોડની મરામતની હજી સુધી સસ્દી લીધેલ નથી, શું સાત વર્ષમાં કોઈપણ કામગીરી કરવામાં આવતી નહીં હોય શું સરકાર સાત વર્ષ દરમિયાન રોડની કામગીરી કરવા માટે કોઈ ગ્રાન્ટ આપતી નહીં હોય કે કામ નહીં કરવાની એવો કોઈ પરિપત્ર જાહેર કર્યો છે તો શું પિપલોદ ગામની પ્રજાને હેરાન કરવાનો લક્ષ્ય છે કે શું પીપલોદ ગામની પ્રજા રજૂઆત કરે તો કોને કરે એવી સ્થિતિમાં પીપલોદ ગામ માંથી પસાર થતો નેશનલ હાઇવે રોડના મસ્ત મોટા મોટા મો ફાડતા ખાડાઓનો ભોગ આજુબાજુ વિસ્તારમાં થી આવતા મોટરસાયકલને લઈને જતા લોકો અચાનક ખાડો આવી જતા મોટરસાયકલ સ્લીપ થાય અથવા તો અચાનક બ્રેક મારતા પાછળ બેઠેલા લોકો બાઇક પર થી પડી જાય એવી નાની મોટી ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને બિચારા વાહનચાલકો ગાડીનું નુકશાન અથવા તો નાની મોટી ઈજા પહોંચતી હોય તેવી સ્થિતિને પણ સહન કરી જતા હોય છે. આવી સ્થિતિ થી આજુબાજુ ગામડાઓ માંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પણ આવા ખાડાઓનો ભોગ બનતા હોય છે. જો ખાડાની આસપાસથી પસાર થતા વિદ્યાર્થીઓ જો કોઈ ફોરવીલર અથવા તો મોટા ઓવરલોડ વાહન ફુલફાસમાં જાય તો વિદ્યાર્થીઓના યુનિફોર્મ પણ ખાડામાં પડેલા ગંદા પાણીથી બગડી જાય તેવા બનાવો પણ બનવા પામ્યા છે. જેથી કરી પીપલોદમાં જુના નેશનલ હાઈવેનું સમારકામ તાત્કાલિક ધોરણે થાય તેવી પિપલોદ અને આજુબાજુના લોકોની માંગ ઉઠી છે.