દાહોદ,
પીપલોદ પોલીસ મથકની હદમાં દાખલ ધાડના ગુનામાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો ત્યારે આ ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો છરડાના યુવકને એલ.સી.બી.એ ગરબાડાના બજારમાંથી ઝડપી પાડ્યો હતો. યુવકને પીપલોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
દાહોદ એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે કામગીરીમાં કાર્યરત હતી. જેના અનુસંધાને તે દરમિયાન દાહોદ એલ.સી.બી.પી.આઈ.એમ.કે.ખાંટની સુચનામાં એલ.સી.બી.સ્ટાફની ટીમ દાહોદ ડીવીઝન વિસ્તારમાં કાર્યરત હતી. તે દરમિયાન પીપલોદ પોલીસ મથકમાં દાખલ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝામ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ (જી.સી.ટી.ઓ.સી.)એકટ મુજબ તથા ધાડ લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ગરબાડા તાલુકાના છરછોડા ગામનો સુભાષ નવીલીયા ભાભોર ગરબાડા બજારમાંથી આયોજનબદ્ધ વોચ ગોઠવી ઝડપી પાડવામાં આવ્યો હતો.