પીંકીબેન સોની બન્યા વડોદરાના ચોથા મહિલા મેયર,ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ

વડોદરા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વડોદરાથી મોટી જાહેરાત કરી છે. વડોદરાના નવા મેયર તરીકે પીંકીબેન સોનીના નામની જાહેરાત કરી છે. જે નામની ચર્ચા હતી, તે સિવાયના નવા નામની જાહેરાતથી સૌ કોઈ ચોંકી ગયા છે. પીંકીબેન સોની વડોદરાના નવા મેયર બન્યા છે. તો ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો શીતલ મિસ્ત્રી , શાસક પક્ષ નેતા મનોજ પટેલના નામની જાહેરાત કરાઇ છે

સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની નિમણુંક કરવામાં આવી તેમાં શીતલ મિસ્ત્રી , ભાણજી પટેલ, ડો. રાજેશ શાહ, તેજલ વ્યાસ, બંદીશ શાહ, મીનાબા ચૌહાણ, નીતિન દોંગા, જાગૃતિ કાકા, રીટા સિંગ, ઘનશ્યામ સોલંકી, કેતન પટેલ અને હેમિશા ઠક્કર સામેલ છે.

પીંકીબેન સોની વડોદરાના ૬૧મા અને ચોથા મહિલા મેયર બન્યા છે. આ અગાઉના ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતીબેન પંડ્યા અને ડો. જીગીષાબેન શેઢ વડોદરાના મેયર રહી ચૂક્યા છે. વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા ભાજપ કાર્યલય મેન્ડેટ લઈ પહોંચ્યા હતા., આ પહેલા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેના બાદ નામોની જાહેરાત કરાઈ છે.