પીછોડા શાળામાં રમતી વખતે શાળાના બાળકને હાથમાં ફ્રેક્ચર થતા આયુષમાન કાર્ડ થકી સારવાર અપાઈ

સંજેલી,

સંજેલી તાલુકાના ના પીછોડા ગામના વતની બારીઆ મનીષ કુમાર ચીમનભાઈ ને શાળા માં રમતી વખતે પડી જતા જમણા હાથમાં ફ્રેકચર થયું થયું હતું. ત્યારે સરકારની ગરીબો માટે આશીર્વાદ રૂપે આયુષ્યમાન કાર્ડ થકી નિ:શુલ્ક દાહોદ ખાતે આવેલી સ્મીમેર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકને આયુષ્યમાંન કાર્ડ થકી વિનામૂલ્યે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પીછોડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો મનીષ નામનો બાળક શાળામાં રમતી વખતે આકસ્મિક રીતે પડી જતા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યારે શાળાના આચાર્ય દ્વારા સમય સુચકતા વાપરી બાળકને તાત્કાલિક ધોરણે દાહોદ ખાતે આવેલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જ્યાં સરકાર ની ગરીબો માટેની આશીર્વાદ રૂપ સમાન આયુષમાંન કાર્ડ થકી મફત ઓપરેશન કરી સારવાર આપવામાં આવી હતી. જ્યાં દાહોદ ખાતેના સ્મિમીર ઓર્થોપેડિક હોસ્પિટલના તબીબ દ્વારા સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી ડો. હિતેશ ચારેલ સાથે વાતચીત કરી હતી. ત્યારે તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા યુદ્ધના ધોરણે આયુષ્યમાંન કાર્ડ થકી બાળકને નિ:શુલ્ક સારવાર મળે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને બાળકનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું આવ્યું હતું. હાલમાં બાળકની સ્થિત સારી છે, સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી ડો. હિતેશ ચારેલ દ્વારા બાળકની મુલાકાત લીધી હતી ખબર અંતર પૂછયા હતા.