
અમદાવાદ,
ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજનીતિક નિષ્ણાંતો પાર્ટી આગેવાનો હાર જીત પર મંથન કરી રહ્યા છે. ત્યારે સૌની નજર કોંગ્રેસના સ્ટાર પ્રચારક સચિન પાઈલટ પર ગઈ છે. કારણ કે તેમણે જ્યાં પ્રચાર કર્યો ત્યાં કોંગ્રેસે ૭૦ ટકા બેઠકો મેળવી છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ૪ દિવસ સુધી રાજસ્થાનના ઝાલાવાડ અને કોટા જિલ્લામાં ફર્યા બાદ બુંદી જિલ્લામાં રોકાણ કર્યું હતું તે દરમિયાન કોંગ્રેસના લોકોમાં એક જ ચર્ચા હતી કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામોમાં ખબર પડશે કે ક્યો નેતા બજબૂત છે કયો નેતા પાછળ રહી ગયો છે.
જો કે ચર્ચામાં બહાર આવ્યું કે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસને ગુજરાતમાં ૭૭ બેઠકો મળી હતી, ત્યારે અશોક ગેહલોતને વધાવવામાં આવ્યા હતા, હવે જ્યારે પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શનમાં માત્ર ૧૭ બેઠકો મળ્યા બાદ શુંપ આ માટે અશોક ગેહલોત જવાબદાર નથી?
બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે કોઈ પણ પદ વિના સામાન્ય ધારાસભ્ય તરીકે કોંગ્રેસના સ્ટાર પ્રચારક સચિન પાયલોટ અને હિમાચલ પ્રદેશના નિરીક્ષક તરીકે ૨૧ વિધાનસભા બેઠકો પર રેલી કર્યા બાદ કોંગ્રેસને ૧૩ સીટ મળી ગઈ છે.
આ ચર્ચાઓ વચ્ચે ગામના મતદારોનું પણ કહેવું છે કે, આ પ્રકારના નિર્ણયથી દિગ્ગજ નેતા અશોક ગેહલોત હોવા છતાં કોઇ સુઘારો નહીં થાય તો રાજસ્થાનમાં ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન થઈ શકે છે.