પાયલોટની જેમ થરૂરને પણ કોંગ્રેસમાં સાઈડ લાઈન કરાઈ રહ્યા છે ?

નવીદિલ્હી,

તિરુવનંતપુરમનાં કોંગ્રેસના સાંસદ શશિ થરુરે કોંગ્રેસ અયક્ષ પદ માટેની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે સામે ૧,૦૦૦થી વધુ મત મેળવીને તમામ લોકોને આશ્ર્ચર્યચક્તિ કર્યા હતા. ત્યારબાદ શશિ થરૂરે મલ્લિકા અર્જુન ખડગેને જીતની વધામણી પણ આપી હતી. એટલું જ નહીં પરંતુ ખડગેને સૌથી પહેલા શુભેચ્છા પાઠવી હતી. તેમણે ખડગેની જીતને પાર્ટીની જીત કહી હતી પરંતુ પાર્ટી શશિ થરૂરને એટલું મહત્વ આપતી ના હોય એવું લાગે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું પાર્ટી શશિ થરૂરને સાઈડ લાઈન કરી રહી છે?

શશિ થરૂર પાર્ટીમાં જ્યારે જરૂર હોય ત્યારે સાથ આપતા જોવા મળ્યા છે પરંતુ થરૂરને કોંગ્રેસની સ્ટેરીંગ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા નહીં. આ ઉપરાંત ગુજરાત અને હિમાચલ પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ ક્યાંય શશિ થરૂરનું નામ નહોતું.

તાજેતરમાં કોઝિકોડમાં આયોજિત એક સમારંભમાં શશિ થરૂરનું વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાએ આ આયોજન જ કેન્સલ કરી દીધું હતું. ઉપરાંત શશિ થરૂર ઉપર કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થવા અને ગ્રુપમાં સામેલ નહીં થવાનો પણ લગાવવામાં આવ્યો હતો. આ બધી બાબતોને યાનમાં લઈને રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે શશિ થરૂરને પણ પાર્ટીમાંથી સચિન પાયલોટની જેમ ધીમે ધીમે સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે.