ઉપરાષ્ટ્રપતિ, કાયદામંત્રી વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઇએલ

મુંબઈ,

બોમ્બે લોયર્સ એસોસિએશને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજજૂની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. આ પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધનખડ અને રિજિજુએ સુપ્રીમ કોર્ટેની પ્રતિષ્ઠા ઘટાડી છે. એવામાં બંનેને તેમના અધિકારિક ર્ક્તવ્યોનું પાલન કરતા રોકવામાં આવે.

અરજીમાં માંગ કરાઈ છે કે કોર્ટ એ પણ જાહેર કરે કે બંનેના નિવેદનોમાં ભારતના બંધારણના પ્રત્યે અવિશ્ર્વાસ દેખાય છે, જેના કારણે એ(ઉપરાષ્ટ્રપતિ-કાયદામંત્રી) બંધારણીય પદ પર રહેવા યોગ્ય નથી. બોમ્બે લોયર્સ એસોસિએશનના અધ્યક્ષ  અહમદ આબિદી તરફથી આ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી પર બોમ્બે હાઈકોર્ટ ટૂંક સમયમાં સુનાવણી કરશે.

હકીક્તમાં, કિરેન રિજિજુ અનેક વખત સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સિસ્ટમ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. ચીફ જસ્ટિસે પત્ર લખીને કોલેજિયમમાં સરકારના પ્રતિનિધિને સામેલ કરવાની માંગ કરી હતી. કિરેન રિજિજુએ ગત વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શક્તા અને જવાબદેહીની કમી છે. તેમણે કહ્યું હતું કે હાઈકોર્ટમાં પણ જજોની નિયુક્તિ પ્રક્રિયામાં સંબંધિત રાજ્ય સરકારના પ્રતિનિધિ સામેલ કરવામાં આવે.

જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ તાજેતરમાં કેશવાનંદ ભારતી મામલામાં સુપ્રીમ કોર્ટના ૧૯૭૩ના ઐતિહાસિક ચુકાદા સામે સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ ડિસેમ્બર ૨૦૨૨માં ધનખડેએ એનજેએસી એક્ટ રદ થવા પર તેને લોકોના જનાદેશની અવગણના કરાઈ હોવાનું હતું. ચુકાદામાં કોર્ટની ટિપ્પણી પર ધનખડેએ કહ્યું હતું કે શું આપણે એક લોકશાહી રાષ્ટ્ર છીએ, આ પ્રશ્ર્નનો જવાબ આપવો મુશ્કેલ છે.