
મુંબઈ,
ફોન ટેપિંગ પ્રકરણે આઈપીએસ અધિકારી રશ્મી શુક્લાએ કેસમાંથી મુક્તિ માટે કરેલી અરજી પર કોલાબા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ જવાબ નોંધાવવા વધુ સમય માગ્યો છે. એસ્પ્લેનેડ કોર્ટમાં શુક્લાએ મુક્તિની કરેલી અરજી પર તપાસ અધિકારીને છઠ્ઠી જાન્યુઆરીએ આજે જવાબ નોંધાવવા નિર્દેશ અપાયો હતો. પરંતુ આજે તપાસ અધિકારીને વધુ સમય માગ્યો હતો.
મહારાષ્ટ્ર આઘાડી સરકારના શાસનકાળમાં નોંધાયેલા ફોન ટેપિંગ પ્રકરણે શુક્લા આરોપી છે. શુક્લા સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉત અને એનસીપીના નેતા એકનાથ ખસડેના ફોન ટેપ કરાયા હોવાનો આરોપ છે. બીજી બાજુ શુક્લાએ દાવો કર્યો હતો કે પોતાની સતામણી કરવા માટે ઉપજાવેલી ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરાકર પાસે પોતાને ફોન ટેપિંગની પરવાનગી હતી. તપાસર્ક્તાઓ પાસે સંબંધીત ઓથોરિટી પાસેથી પોતાની સામે કેસ ચલાવવાની જરૃરી પરવાનગી નથી. મેજિસ્ટ્રેટ કોર્ટે પહેલી માર્ચ સુધી તપાસ અદિકારીને શુક્લાની અરજી પર જવાબ નોંધાવવાનો સમય આપ્યો છે.
શુક્લા સામે આ એક જ કેસ નથી. તાજેતરમાં સરકાર બદલાતાં પુણે પોલીસે શુક્લા સામે કેસ નોંયો હતો જેમાં પોલીસે કેસ બંધ કરવાની માગણી કરી છે. જોકે મેજિસ્ટ્રેટ કોર્ટે વિનંતી ફગાવીને પોલીસને વધુ તપાસ કરવા જણાવ્યું હતું.