ફોન ટેપિંગ કેસમાં પૂર્વ એનએસઇ ચીફ ચિત્રા રામકૃષ્ણને રાહત,દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા

  • હાલના કેસમાં ઈડી દ્વારા ગયા વર્ષે ૧૪ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

નવીદિલ્હી,

દિલ્હી હાઇકોર્ટે એનએસઈના ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણને નેશનલ સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓની કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ અને જાસૂસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. જસ્ટિસ જસમીત સિંહે કહ્યું કે અરજી સ્વીકારવામાં આવી છે. અરજદારને જામીન આપવામાં આવે છે.

એનએસઈના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર, જેમને અગાઉ કથિત એનએસઈ કો-લોકેશન કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ગયા વર્ષે ૧૪ જુલાઈના રોજ વર્તમાન કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેમને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીબીઆઈ કેસમાં જામીન આપ્યા હતા. ઈડીએ હાલના કેસમાં તેની જામીન અરજીનો વિરોધ આ આધાર પર કર્યો હતો કે તે ષડયંત્ર પાછળ તે “માસ્ટર માઈન્ડ” હતી.

ઈડી અનુસાર, ફોન ટેપિંગ કેસ ૨૦૦૯ થી ૨૦૧૭ ના સમયગાળા સાથે સંબંધિત છે જ્યારે એનએસઇના ભૂતપૂર્વ સીઇઓ રવિ નારાયણ, રામકૃષ્ણ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ રવિ વારાણસી અને હેડ (પ્રિમિસીસ) મહેશ હલ્દીપુર અને અન્યોએ એનએસઇ અને તેના કર્મચારીઓને છેતરવાનું ષડયંત્ર રચ્યું હતું એનએસઇની સાયબર નબળાઈઓને સ્ટડી કરવાની આડમાં એનએસઇ કર્મચારીઓના ફોન કૉલ્સને ગેરકાયદેસર રીતે ઇન્ટરસ્પેટ કરવા માટે આઇએસઇસી સવસીસ પ્રાઇવેટ લિમિટેડને કામ પર લગાવી હતી.

જામીન મેળવવા માટે, રામકૃષ્ણએ દલીલ કરી હતી કે તેમની સામે કોઈ સુનિશ્ર્ચિત ગુનો દાખલ થયો નથી અને આરોપો પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના દાયરામાં આવતા નથી. રામકૃષ્ણને ૨૦૦૯માં એનએસઇમાં જોઈન્ટ એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૩૧ માર્ચ, ૨૦૧૩ સુધી આ પદ પર રહ્યા હતા. તેમને ૧લી એપ્રિલ, ૨૦૧૩ના રોજ એમડી અને સીઇઓ તરીકે બઢતી આપવામાં આવી હતી એનએસઇમાં તેમનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૧૬માં સમાપ્ત થયો હતો.