અંગમાલી, ઘણી વખત આપણે ફોન પર વાત કરીએ છીએ ત્યારે આપણે તેમાં એટલા મગ્ન થઈ જઈએ છીએ કે આપણે શું કરી રહ્યા છીએ તેના પર ધ્યાન પણ નથી આપતા. વાત કરતા કરતા કે ફોનમાં જોતા જોતા ઘણી વખત આપણે અહીં અને ત્યાં ચાલવાનું શરૂ કરીએ છીએ . ઘણી વાર તો શું કરતા હોઈએ છીએ એ જ ખબર નથી હોતી. પણ આ બે ધ્યાનપણું ઘણું ભારે પડી શકે છે, આવી જ એક ઘટના કેરળમાં બની છે. એક છોકરી તેના ઘરના બગીચામાં ફરતી હતી અને તેના પરિવારના સભ્યો સાથે વાત કરી રહી હતી. તેણી તે એટલી મગ્ન હતી કે તેણીએ ક્યારે ફૂલ તોડીને ચાવવા માટે મોઢામાં મૂક્યું તેનું ભાન ન રહ્યું (. ફૂલના થોડા ટીપા જેવું પેટમાં પ્રવેશ્યા અને તેનું મૃત્યુ થઇ ગયું.
હા, તમને જાણીને નવાઈ લાગશે કે ફૂલના થોડા ટીપાં કોઈની જિંદગી કેવી રીતે ખર્ચી શકે છે! હકીક્તમા આ કોઈ સામાન્ય ફૂલ નહોતું, તે ખૂબ જ ઝેરી ફૂલ હતું, જેનું નામ ઓલિએન્ડર ફૂલ છે. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ વેબસાઇટ અનુસાર, ૨૪ વર્ષની સુર્યા સુરેન્દ્રન કેરળના અલપ્પુઝા જિલ્લામાં રહેતી હતી. તેને બ્રિટનમાં નર્સ તરીકે નોકરી મળી હતી માટે ત્યાં જવા એ રવિવારે કોચી એરપોર્ટ પહોંચી હતી પરંતુ ત્યાં અચાનક તે બેભાન થઈ ગઈ હતી.
યુવતીને તાત્કાલિક અંગમાલી શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ સોમવારે તેનું મૃત્યુ થયું હતું. અલપ્પુઝા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. હરિપદ સ્ટેશન હાઉસ ઓફિસર કે. અભિલાષકુમારના જણાવ્યા અનુસાર અરલીનું ફૂલ ચાવવાથી યુવતીનું મોત થયું હતું. મરતા પહેલા યુવતીએ તેના પરિવારજનો અને હોસ્પિટલના ડોક્ટરોને જણાવ્યું હતું કે રવિવારે સવારે જ્યારે તે ઘરે હતી ત્યારે તે તેના સંબંધીઓ અને મિત્રો સાથે ફોન પર વાત કરી રહી હતી અને તેમને તેની મુસાફરી વિશે જણાવી રહી હતી. તે જયારે બગીચામાં હતી ત્યારે તેને બેધ્યાનપણે ફૂલની પાંખડી ચાવીન લીધી અને તેને તરત જ ફૂલની પાંખડી થૂંકી દીધી હતી પરંતુ તે દરમિયાન ફૂલના થોડા ટીપા તેના પેટમાં પ્રવેશી ગયા હતા.ડૉક્ટરોએ કહ્યું કે તેના લોહીમાં કેટલાક ઝેરીલા પદાર્થ હતા, પરંતુ તેના પેટમાં ફૂલનો કોઈ ભાગ મળ્યો ન હતો. ડો.બેનિલ કોટક્કલ કહે છે કે આ ફૂલમાં આલ્કલોઇડ્સ હોય છે, જે માનવ હૃદય પર સીધી અસર કરે છે.