ફિલિપાઈન્સના ઉત્તર ભાગમાં ભારે વરસાદ પછી પૂર પ્રકોપને કારણે જીનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ભુસ્ખલનની ઘટનાઓ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે. આ પૈકી મોટભાગના લોકોના મોત ભૂસ્ખલન અને પાણીમાં ડુબીમાં જવાના કારણે થયા હતા. મૃતકોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે.
આ કુદરતી આફતને પગલે શાળાઓ તેમજ સરકારી ઓફિસો બંધ રાખવાની નોબત પેદા થઈ છે. હવામાન વિભાગના કહેવા મુજબ, ઉષ્ણકટિબંધીય તોફાન ’યાગી’ સોમવારે બપોરે ઉત્તરપૂર્વ પાંત ઓરોરાના કાસિગુરન શહેરમાં પહોંચ્યું અને ૮૫થી ૧૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાયો હતો. આ તોફાનમાં હજુ મૃત્યુઆંક વધી શકે છે