ફિલિપાઈન્સમાં ભૂકંપ વચ્ચે ધાર્મિક  સભામાં વિસ્ફોટ, ચારના મોત

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ વિદેશી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા મૂર્ખતાભર્યા અને જઘન્ય કૃત્યોની સખત નિંદા કરે છે. તેમણે એમ પણ કહ્યું કે નિર્દોષો સામે હિંસા કરનારા ઉગ્રવાદીઓને હંમેશા આપણા સમાજના દુશ્મન માનવામાં આવશે.

ફિલિપાઈન્સના મિડાનાઓ શહેરમાં 2 ડિસેમ્બર શનિવારના રોજ 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારે આ ભૂકંપની વચ્ચે ફિલિપાઈન્સમાં એક યુનિવર્સિટીમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમની હાલત ગંભીર છે. આ ઘટના મારાવી શહેરની મિંડાનાઓ સ્ટેટ યુનિવર્સિટીમાં ધાર્મિક સભા દરમિયાન બની હતી. હુમલા બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ વિદેશી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા મૂર્ખતાભર્યા અને જઘન્ય કૃત્યોની સખત નિંદા કરે છે. તેમણે એમ પણ કહ્યું કે નિર્દોષો સામે હિંસા કરનારા ઉગ્રવાદીઓને હંમેશા આપણા સમાજના દુશ્મન માનવામાં આવશે. રાષ્ટ્રપતિ માર્કોસે હુમલાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સશસ્ત્ર દળોને નાગરિકોની સુરક્ષા માટે પણ સૂચના આપી છે.

બીજી તરફ મિંડાનાઓના લાનાઓ ડેલ સુર પ્રાંતના ગવર્નર મામિન્ટલ એલોન્ટો અડીઓંગ જુનિયરે પણ હુમલાની નિંદા કરી છે. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેમના પ્રાંતમાં મૂળભૂત માનવ અધિકારોને જાળવી રાખવામાં આવે છે, અને આમાં ધર્મનો અધિકાર પણ સામેલ છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ પરના આતંકવાદી હુમલાની નિંદા થવી જોઈએ કારણ કે આ એવા સ્થળો છે જે શાંતિને પ્રોત્સાહન આપે છે અને આપણા યુવાનોને આ દેશના ભવિષ્યના ઘડવૈયા બનાવે છે.

હુમલા અંગે મિંડાનાઓ સ્ટેટ યુનિવર્સિટીએ કહ્યું કે આ હુમલો ખૂબ જ ભયાનક છે, જેના કારણે યુનિવર્સિટી પ્રશાસને આગામી સૂચના સુધી તમામ વર્ગો સ્થગિત કરી દીધા છે. યુનિવર્સિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે આ મૂર્ખ અને ભયાનક કૃત્યની સખત નિંદા કરે છે અને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આ સાથે નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે વહીવટી તંત્ર અસરગ્રસ્તોને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.

વિસ્ફોટ મામલે પોલીસનું કહેવું છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે અને એ પણ જાણવામાં આવશે કે વિસ્ફોટ કોના દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય કે મિંડાનાઓ સશસ્ત્ર અલગતાવાદી જૂથોના બળવા વચ્ચે દાયકાઓથી હિંસા સામે ઝઝૂમી રહ્યા છે.