પી.એચ.સી. દુધિયા દ્વારા સબ સેન્ટર ખેડા ફ.સિંગોર પ્રા.શાળા ખાતે એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નિમિતે માહિતી અપાઈ

દે.બારીયા,તા. 29/04/2023 રાષ્ટ્રીય કિશોર વ્યવસ્થા (આર.કે.એસ.કે.) કાર્યક્રમ અંતર્ગત દે.બારીયા તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા. કલ્પેશ બારીઆ તેમજ આયુષ મેડીકલ ઓફિસર ર્ડા. અમિત મછારના માર્ગદર્શન હેઠળ સી.એચ.ઓ., એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર, એમ.પી.એચ.એસ., એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ. દ્વારા કિશોર-કિશોરી માટે માહિતી માર્ગદર્શન અને હેલ્થ ચેકઅપ કેમ્5 કરવામાં આવ્યો. કાર્યક્રમમાં આયુષ મેડીકલ ઓફિસર દ્વારા કિશોરાવસ્યાના ફેરફારો અને કિશોરાવસ્થામાં વ્યકિતગત સ્વચ્છતા, પોષણ તેમજ માંદગી અને તેની એડોલેશન્ટ કિલીનીકમાં આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપી. આર.કે.એસ.કે. કાઉન્સેલર દ્વારા કિશોર-કિશોરીઓનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. તેમજ કિશોરીને માસીક અને માસીક દરમિયાન રાખવાની થતી સ્વચ્છતા અને પેડના યોગ્ય ઉપયોગ અને તેના યોગ્ય નિકાલ વિશે વિડિયો બનાવી સમજાવવામાં આવ્યું.