
ઘોઘંબા મામલતદાર કચેરીના સેવક ભગાભાઈને વય નિવૃત્તિ ની વિદાય અપાઈ ઘોઘંબા તાલુકાની મામલતદાર કચેરીમાં પટાવાળા તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બધા બજાવતા ભગવાનભાઈ રેવાભાઇ પટેલને મામલતદાર કચેરીના તમામ સ્ટાફ દ્વારા ડીજેના તાલે માનભેર વિદાય આપવામાં આવી.
30 મી જૂન ના રોજ સમગ્ર સરકારી કચેરીઓમાં વય નિવૃત્તિને કારણે કર્મચારીઓ નિવૃત થતા હોય છે ત્યારે ઘોઘંબા મામલતદાર કચેરીમાં ભગવાનભાઈ પટાવાળા તરીકે આજ રોજ નિવૃત્ત થયા હતા. ઘોઘંબા મામલતદાર જી.જી.તડવીના ઉમદા વ્યક્તિત્વની વાત કરીએ તો તેઓ દ્વારા પોતાની કચેરીમાં વર્ષો સુધી સેવા આપીને આજે નિવૃત્ત થનાર પટાવાળા ભગવાનભાઈને ચેમ્બરમાં પોતાની ખુરશી ઉપર બેસાડીને વાગતે ગાજતે તેઓને માન ભેર નિવૃત્તિ વિદાય કરવામાં આવ્યા હતા. મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ તથા તેઓના પરિવારજનો અને આસપાસના સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખરેખર પટાવાળાને પણ આવી રીતે ઉમંગ ઉત્સાહથી નિવૃત્તિ વિદાય સમારંભ ઉજવીને માનભેર પોતાને વતન વળાવ્યા હતા ત્યારે આ પ્રસંગ એક પ્રશંશનીય અને સ્મરણીય બન્યો હતો.