લોકસભાની ચૂંટણીના એલાન પહેલા જ પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો.

પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો.

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી નવો ભાવ અમલમાં આવશે. આ પહેલાં રાજસ્થાન સરકારે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પર 2 ટકા વેટનો ઘટાડો કર્યો છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું-‘પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારનું કલ્યાણ અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય રહ્યું છે.