પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી પ્રજા બેહાલ પણ મોદી સરકાર માલામાલ, 300 ટકા આવક વધી

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી સામાન્ય માણસ ભલે પરેશાન હોય, પરંતું તેના કારણે સરકારની આવકમાં 300 ટકાનો વધારો થયો છે, સોમવારે સરકારે આ માહિતી આપી.

રાજ્ય કક્ષાનાં નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે એક પ્રશ્નનાં લેખિત જવાબમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર આવી તે પહેલા 2014-15 દરમિયાન પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીથી 29,279 કરોડ રૂપિયા અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીથી 42,881 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે, હાલનાં વર્ષ 2020-21નાં પહેલાનાં 10 મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ કલેક્સન વધીને 2.94 લાખ કરોડ રૂપિયા થઇ ગયું.

જો કે ગેસ સિલિન્ડર મોંઘા થતા અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત આસામનાં જોરહાટ જિલ્લાનાં ચાનાં બગીચામાં કામ કરતી શ્રમિક મહિલાઓએ હવે ગેસનાં બદલે રસોઇ બનાવવા માટે ફરીથી લાકડા સળગાવવાનું શરૂ કર્યું છે, કારણ કે તેમને ચાનાં બગીચામાં આખો દિવસ મજુરી કરવા છતાં માત્ર 173 રૂપિયા જ મહેનતાણું મળે છે, અને ગેસ સબસિડી પણ બંધ થઇ ગઇ હોવાથી હવે ગેસનો બાટલો તેમને પોસાય તેમ નથી, તેથી તે મહિલાઓ ચુલો ફુંકવા મજબુર બની છે.