માધ્યમિક અને ઊચ્ચ માઘ્યમિક શાળા પેથાપુર ખાતે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અંતે ધોરણ-10ના વિદ્યાર્થીઓની ટીમ વિજેતા બની હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો આર.આર ગજ્જર, એમ.એલ. તાવિયાડ, નિરાલી લબાના અને એન.જી લબાના તેમજ કોચ કે.એલ. પ્રજાપતિ અને ઉમેશભાઈ ખરાડી દ્વારા કરવામાં આવ્યું હતું. સેવક ભાઈઓ અરવિંદભાઈ, મુકેશભાઈ પણ ખડે પગે ઊભા રહી ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરેલ હતો. સમગ્ર કાર્યક્રમના અંતે વિજેતા બનેલ ટીમને તેમજ હરીફ ટીમને પુરસ્કાર સ્વરૂપે રોકડ ઈનામ વિતરણ શાળાના આચાર્ય ચેતન.એમ.પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિનને સ્પોર્ટ ડે તરીકે ઉજવણી કરીને સાર્થક સાબિત કરેલ હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક ડો.જયંત એમ. પરમારે સ્વામીજીના સંદેશ ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો ’ ને જીવન માં ઉતારવા અનુરોધ કર્યો હતો.