દાહોદ,ઝાલોદના પેથાપુર પંચાલ સમાજ દ્વારા વિક્રમ સવંત 2080 ચૈત્ર અમાવસના દિવસે પંચાલ સમાજના કુલ દેવતા વિશ્વકર્મા પ્રભુના વંશજો દ્વારા પંચાલ જાતિના કુળદેવતાની અમાવસ્યા આરતી પૂજન કરવામાં આવેલ. દર માસના અમાસના દિવસે પંચાલ સમાજ દ્વારા ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં અમાવસ્યાની આરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ સામાજીક પ્રસંગ થકી સમાજની એકતા અને એકજુટતા જળવાય રહે છે અને પંચાલ સમાજના કુળદેવતાના સમાજ દ્વારા અમાવસના દિવસે પૂજન આરતી કરીને ઉજવવામાં આવે છે.