હિસાર,
સિરસા ખાતે ડેરા સચ્ચા સૌદા ચીફ રામ રહીમ પેરોલ પર બહાર આવતાની સાથે જ ચર્ચામાં રહેવા લાગ્યો છે. રામ રહીમે સોમવારે તલવાર વડે કેક કાપી હતી. ડેરાના બીજા સંત શાહ સતનામના જન્મદિવસનો પ્રસંગ હતો. રામ રહીમે પોતાની ગાદી તેમને સોંપી હતી. કેક કાપવાનો વિડીયો બાગપત ખાતેના બરનાવા ડેરાનો છે. આ વીડિયો વાયરલ થયો છે.
બળાત્કાર અને હત્યાનો દોષીત રામ રહીમ રોહતકની સુનરિયા જેલમાં ૨૦ વર્ષની સજા કાપી રહ્યો છે. તે છેલ્લા ૧૪ મહીનામાં ચોથી વખત પેરાલ પર બહાર આવ્યો છે. ૨૧ જાન્યુઆરીએ તેને ૪૦ દિવસના પેરોલ મળ્યા છે.જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમે ૫ કલાક સુધી ઓનલાઈમ સત્સંગ કર્યો હતો. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનાં ઓએસડી તેમજ ભાજપના સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા હતા.જે વીડિયો સામે આવ્યો છે, તેમાં રામ રહીમ કહી રહ્યો છે કે આ રીતે સેલિબ્રેશન કરવાની તક ૫ વર્ષ બાદ મળી છે. મારે ઓછામાં ઓછી ૫ કેક કાપવી જોઈએ. આ પહેલી કેક છે.
રામ રહીમના સત્સંગમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના ઓએસડી કૃષ્ણ બેદી અને રાજ્યસભાના સાંસદ કૃષ્ણ પવાર પણ સિરસા પહોંચ્યા હતા. બંનેએ રામ રહીમ સાથે વાત કરી હતી. કૃષ્ણ બેદી કહ્યું કે ૩ ફેબ્રુઆરીએ નરવાનામાં યોજાનાર સંત રવિદાસ જયંતી સમારોહનું આમંત્રણ આપવા સિરસા આવ્યા છીએ.
રાજ્યસભાના સાંસદ કૃષ્ણ પવારે કહ્યું કે, સૌપ્રથમ સ્વચ્છતા અભિયાન પાણીપતમાં શરૂ કરવામાં આવ્યું હતું. તે મને યાદ છે. તમારા આશીર્વાદ અમારા પર બની રહે. સિરસાના ભાજપના નેતા ગોવિંદ કાંડાએ કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું દુ:ખ જલ્દી સમાપ્ત થાય. શ્રી કૃષ્ણજી તમને જલ્દી સિરસા લઈ આવે.રામ રહીમના આશીર્વાદ લેનારાઓમાં અંબાલા શહેરના ધારાસભ્ય અસીમ ગોયલ, ગુહલા ચીકાથી ભાજપના ધારાસભ્ય કુલવંત બાજીગરના પુત્રવધૂ, બરાડાના જીડ્ઢસ્ બિજેન્દ્ર સિંહ, અને નગરપાલિકા અયક્ષ રેખા રાની, રાઈના ધારાસભ્ય મોહન લાલ, ટોહાના નગરપાલિકાના અયક્ષ નરેશ બંસલ, ઉચાના નગરપાલિકાના ચેરમેન પણ સામેલ હતા. આ સિવાય ૨ ડઝન નેતાઓ અને અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા.
દિલ્હી મહિલા આયોગના અયક્ષ સ્વાતિ માલીવાલે હરિયાણા સરકાર પર કટાક્ષ કર્યો છે. સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું, “ફરીથી બળાત્કારી અને ખૂની ઢોંગી રામ રહીમનો ડ્રામા શરૂ, હરિયાણાના મુખ્યમંત્રીના ઓએસડી અને રાજ્યસભા સાંસદે ઢોંગી બાબાના દરબારમાં હાજરી આપી. ખટ્ટર સાહેબ માત્ર બોલવાથી કામ ચાલશે નહીં કે તમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. જાહેરમાં તમે તમારું સ્ટેન્ડ જણાવો કે તે રેપિસ્ટ સાથે છે કે મહિલાઓ સાથે.