પેરિસ, ચેન્જ એક્ટિવિસ્ટ્સે મોનાલિસાના પેન્ટિંગને ટાર્ગેટ બનાવ્યું હતું. બે મહિલા એક્ટિવિસ્ટે સંગ્રહાલયમાં પેન્ટીંગની સામેલા લાગેલા કાચ પર સૂપ ફેંકી દીધો હતો. બંને મહિલા ત્યાંની સિક્યોરિટીને થાપ આપીને પેન્ટીંગની નજીક પહોંચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે મહિલાઓ પહેલા તો થોડી દૂરથી પેન્ટીંગ પર સૂપ ફેંક્તી દેખાય છે અને બાદમાં પેન્ટીંગની નજીક પહોંચી જાય છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પેન્ટિંગ પર સૂપ ફેંક્યા બાદ ત્યાં હાજર સુરક્ષાકર્મી પેન્ટીંગની આગળ બ્લેક સ્ક્રીન લગાવી દે છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર પેન્ટીંગની નજીક જઈને બંને એક્ટિવિસ્ટ ફ્રેન્ચ ભાષામાં બૂમો પાડતા પૂછી રહી છે કે, શું જરુરી છે, ઓર્ટ અથવા હેલ્દી અને સુટેબલ ફુડ સિસ્ટમનો અધિકાર?
તેમણે ફ્રેન્ચ ભાષામાં જ આગળ કહ્યું કે, તમારી કૃષિ સિસ્ટમ ખરાબ છે. અમારા ખેડૂતો કામ કરતી વખતે મરી રહ્યા છે. આ બંને એક્ટિવિસ્ટ ફ્રેન્ચ સંગઠન રિપોસ્ટે એલિમેંટેયરનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. બાદમાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ તરફથી નિવેદન જાહેર કરીને કહેવાયું કે, આ વિરોધ એટલા માટે કરવામાં આવ્યો જેથી પર્યાવરણ અને ફુડ સોર્સની જરુરિયાતને ઉજાગર કરી શકાય.
આ અગાઉ પણ ઘણી વાર કેટલાય કાર્યર્ક્તાઓએ જળવાયુ પરિવર્તન વિશે જાગૃતિ ફેલાવવા માટે ઓર્ટેને ટાર્ગેટ બનાવ્યું છે. આ અગાઉ મે ૨૦૨૨માં એક વિરોધ પ્રદર્શન દરમ્યાન મોનાલિસાના પેન્ટીંગ સામે કાંચને દબાવી દીધો હતો. ઓક્ટોબર ૨૦૨૨માં લંડનના નેશનલ ગેલરીમાં વિંસેંટ વાન ગોગની સનલાવર પેન્ટીંગ પર સૂપ ફેંકી દીધો હતો.અનુસાર, ફ્રાન્સની રાજધાનીમાં હાલમાં જ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ઈંધણના વધતા ખર્ચાને સમાપ્ત કરવા અને તેના નિયમોમાં ફેરફાર કરવાની માગ કરવામાં આવી હતી.