પેરિસ,
ફ્રાન્સમાં સફાઈ કર્મચારી હડતાળ ઉપર છે. તેના કારણે પેરિસ સહિત અનેક શહેરોમાં ઠેર-ઠેર કચરાનાં ઢગલાં દેખાઈ રહ્યાં છે. ’ફ્રાન્સ ૨૪’ના અહેવાલ મુજબ, પાટનગર પેરિસના રસ્તાઓ પર એક અઠવાડિયામાં અંદાજે ૫,૬૦૦ ટન કચરો જમા થઈ ગયો છે.હકીક્તમાં, ફ્રાન્સમાં નવી પેન્શન યોજના હેઠળ નિવૃત્તિની ઉંમર વધારવામાં આવી રહી છે. લોકો છેલ્લા ૨ મહિનાથી તેના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનોમાં સફાઈ કર્મચારીઓ પણ સામેલ છે. નિવૃત્તિની ઉંમરને ૬૨ વર્ષથી ૬૪ કરતાં એક બિલ ૧૧ માર્ચના રોજ સીનેટ (ફ્રાન્સની સંસદનું ઉપલું ગૃહ)માં પાસ થયું હતું. હવે ૧૬ માર્ચના રોજ એક જોઈન્ટ કમિટી તેને રિવ્યૂ કરશે. જો કમિટી આ બિલને મંજૂરી આપે છે, તો સંસદના બંને ગૃહમાં અંતિમ મતદાન થશે. તેના આધારે નક્કી થશે કે નવી પેન્શન યોજનાને લાગૂ કરવી જોઈએ કે નહીં.
એક સફાઈ કર્મચારીએ જણાવ્યું હતું કે, કચરો ઉપાડનારાઓની નિવૃત્તિની ઉંમર ૫૭ વર્ષ છે. જ્યારે સીવર સાફ કરનારાઓની નિવૃત્તિની ઉંમર ૫૨ વર્ષ છે. જો નવી પેન્શન યોજના લાગૂ થઈ ગઈ, તો તેમને વધુ બે વર્ષ કામ કરવું પડશે. તેની અસર તેમના જીવન પર પડશે. કારણ કે, તેઓ દિવસના ચારથી પાંચ કલાક સીવરની અંદર રહે છે. સફાઈ દરમિયાન અનેક પ્રકારની ગેસ નીકળે છે. સફાઈ કર્મચારી સીધી રીતે ગેસના સંપર્કમાં રહે છે, જેનાથી તેમના બિમાર પડવાની શક્યતા વધી જાય છે.
તેમણે જણાવ્યું કે, ઘણાં કર્મચારીઓ ૪૦ વર્ષ વટાવી ચૂક્યા છે અને સાથે જ નબળાં પણ પડી ગયા છે. ઘણાના તો મોત પણ થયા છે. કેટલાક હેલ્થ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, અન્ય લોકોની સરખામણીમાં સીવેજ કર્મચારીઓના ૬૫ વર્ષની ઉંમર પહેલા મરવાની સંભાવના બમણી હોય છે.ફ્રાન્સની ઈન્ટીરિયર મિનિસ્ટ્રી મુજબ, ફ્રાન્સના ૨૦૦ શહેરોમાં ૧૧ લાખ ૨૦ હજાર લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યાં છે. ૮૦ હજાર લોકો તો ફક્ત પેરિસમાં જ પ્રદર્શન કરી રહ્યાં છે. ફ્રાન્સની ઈન્ટીરિયર મિનિસ્ટ્રી મુજબ, ફ્રાન્સના ૨૦૦ શહેરોમાં ૧૧ લાખ ૨૦ હજાર લોકો રસ્તા પર પ્રદર્શન કરી રહ્યાં છે. ૮૦ હજાર લોકો તો ફક્ત પેરિસમાં જ પ્રદર્શન કરી રહ્યાં છે.
નવી પેન્શન યોજના હેઠળ સંપૂર્ણ પેન્શન માટે ન્યૂનતમ સેવાકાળનો સમયગાળો પણ વધારવામાં આવશે. વડાંપ્રધાન એલિઝાબેથ બોર્ને જણાવ્યું કે, નવી પેન્શન યોજનાના પ્રસ્તાવો હેઠળ ૨૦૨૭થી લોકોને સંપૂર્ણ પેન્શન લેવા માટે કુલ ૪૩ વર્ષ કામ કરવું પડશે. અત્યાર સુધી ન્યૂનતમ સેવાકાળ ૪૨ વર્ષ હતું.સરકાર તેને ફ્રાન્સની શેર-આઉટ પેન્શન સિસ્ટમની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ ઉપાય તરીકે બતાવી રહી છે. સરકારનું કહેવું છે કે, કામ કરનારા અને સેવાનિવૃત્ત લોકો વચ્ચેનો પ્રમાણ ઝડપથી ઓછો થઈ રહ્યો છે. જેને જોતા નિવૃત્તિની ઉંમર વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યું છે. મોટાભાગની યુરોપના દેશોએ નિવૃત્તિની ઉંમર વધારી દીધી છે. ઈટલી અને જર્મનીમાં નિવૃત્તિની ઉંમર ૬૭ વર્ષ છે. સ્પેનમાં તે ૬૫ વર્ષ છે. બ્રિટનમાં નિવૃત્તિની ઉંમર ૬૬ વર્ષ છે.