પેન્શન રિવિઝન અંગે બીએસએનએલ કર્મચારીઓની લડત અવિરત રહેવાની જાહેરાત

એઆઇબીડીપીએના રાષ્ટ્રીય સલા એઆઇબીડીપીએની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારીણીનીબે9ઠતક 19 અને 20નવેમ્બર 2023ના રોજ એમરાલ્ડ મલ્ટી પર્પઝ હોલ, પુણે ખાતે યોજવામાં આવેલ. રાષ્ટ્રીય સલાહકાર નમ્બુદીરીજીએ રાષ્ટ્રઘ્વજ ફરકાવ્યો અને કે.જી. જયરાજ, જનરલ સેક્રેટરીએ એઆઇબીડી પીએનો ઘ્વજ લહેરાવ્યો હતો. ઓપન સેશનની અઘ્યક્ષતા એમ.આર.દાસ, પ્રમુખે કરી હતી.

મહારાષ્ટ્રના પરંપરાગત રિવાજ મુજબ તમામ નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કે.જી. જયરાજ, જનરલ સેક્રેટરીએ સૌને આવકાર્યા અને મહત્વના મુદાઓ રજુ કર્યા. સીઆઇટીયુના વરિષ્ઠ નેતા અને અગ્રણી અર્થશાસ્ત્રી પ્રો. અજીત અભયંકરે શિક્ષણપ્રદ અને તેજસ્વી વકતવ્ય સાથે ઉદઘાટન સંબોધન કર્યું હતું.

નમ્બુદીરીજી, નાગેશકુમાર નલાવડે, સીએચકયુ વાઇસ પ્રેસીડેન્ટ, બીએસએન એલઇયુ,ગણેશ હિંગે, સર્કલ સેક્રેટરીબીએસએનએલઇયુ અને યુસુફહુસૈન,એ ઓપન સેશનને સંબોધીત કરેલ. એમ.આઇ. જકાતી સર્કલ સેક્રેટરી મહારાષ્ટ્રએ આભાર વ્યકત કર્યો.ગુજરાતમાંથી મનુભાઇ ચનિયારા સર્કલ સક્રેટરી તથા સેન્ટ્રલ હેડકવાટરના વાઇસ પ્રેસીડેન્ટએ ભાગ લીધેલ. કે.જી.જયરાજ, જનરલ સેક્રેટરીએ 20 મી સપ્ટેમ્બર 2023ના રોજ કોર્ટના ચુકાદા પછી પેન્શન રીવીઝન અંગેના પ્રશ્ર્ન અને તેની સંભવિત અસરો સમજાવી કેસ અને ચુકાદાના કવર હેઠળ સરકાર અને ડોટ નોકરશાહી પહેલેથી જ વિલંબિત પેન્શન રીવીઝનને લંબાવશે તે નિશ્ર્ચિત છે. તેથી વધુ સંઘર્ષ જરૂરી છે અનેપ્રથમ પગલા તરીકે, કેન્દ્રીય કાર્યકારી ચનીયયા સમિતિએ1 લીથી 10 મી ડિસેમ્બર 2023 સુધી સમગ્ર દેશમાં તમામ સ્તરે વ્યાપક ઝુંબેશ ચલાવવાનો નિર્ણય કર્યો. અન્ય મુદાઓ પર અપનાવવામાં આવેલ ઠરાવો નીચે મુજબ છે.

તા. 30-8-22ના આદેશ અનુસાર બીએસએનએલ દ્વારા કર્મચારીઓની સમાન તબીબી લાભોની સમયસરચુકવણી કરવા, સરકાર અને સીજીએચએસ સતાવાળાઓએ સીજીએચએસ લાભાર્થીઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ઘટાડવા માટે તાત્કાલિક પગલા લેવા જોઇએ, મહારાષ્ટ્રના વીઆરએસ એસટી નિવૃતોને નિવૃતિ લાભો અને નિયમિત પેન્શન નકારવાનું તાત્કાલિક સમાધાન, 28મી નવેમ્બર 2023ના રોજ સુધારો અને બીએસએનએલ દ્વારા ફોરજી, ફાઇવજી તાત્કાલિક શરુ કરવાની માંગણી કરવી, કોવિડ 19 રોગચાળાના નામે બંધ કરાયેલ વરિષ્ઠ નાગરિકોને રેલ્વે મુસાફરી રાહત પુન:સ્થાપિત કરો. બ્રાંચોઓને સભ્યપદ વધારવા માટે તમામ પ્રયાસો કરવા અને ઓછામાં ઓછા 20ટકા સભ્યપદને ટેલી પેન્શનરના સબસ્ક્રાઇબ તરીકે નોંધણી કરવા. બીએસએનએલ નોન-એકિઝકયુટીવ્સ યુનિયનોના સંયુકત ફોરમ દ્વારા માનવ સાંકળને સંપુર્ણ સમર્થન અને ટેકો આપવા માટે કરવા હાંકલ કરવામાં આવેલ.