જમ્મુ, પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ બુધવારે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ આસ્પાફા હટાવવા અંગે વિચારણા કરવાના ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનને આવકાર્યું હતું. મહેબૂબાએ કહ્યું કે ક્યારેય નહીં કરતાં મોડું સારું છે. દેશમાં દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાના ભાજપના વચન જેવું આ ચૂંટણી સૂત્ર નહીં હોય તેવી આશા છે.
તેમણે કહ્યું કે પ્રથમ પગલા તરીકે, કેન્દ્ર સરકાર જેલમાં બંધ પત્રકારો અને કાશ્મીરી યુવાનોને મુક્ત કરી શકે છે, જેઓ કોઈપણ આરોપો અથવા ટ્રાયલ વિના જેલમાં બંધ છે. પીડીપી સતત સૈનિકોની ધીમે ધીમે પાછી ખેંચી લેવાની તેમજ કઠોર આફસ્પા હટાવવાની માંગ કરી રહી છે. આસ્પાફા હટાવવા એ પણ ગઠબંધનના એજન્ડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના માટે ભાજપ સંપૂર્ણપણે સંમત છે. ક્યારેય નહીં કરતાં મોડું સારું, પરંતુ દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવા અને બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવા જેવા પોકળ વચનો ન હોવા જોઈએ.
અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં આસ્પાફા હટાવવા પર વિચાર કરશે. સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સૈનિકોને પાછી ખેંચી લેવાની અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર છોડી દેવાની યોજના ધરાવે છે.જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને આશા વ્યક્ત કરી કે સરકાર આફસ્પા હટાવવા અંગેની તેની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરશે કારણ કે તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશના લોકોને રાહત મળશે. માત્ર એવી આશા રાખી શકાય છે કે ભાજપ ઓછામાં ઓછું આ મામલે પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરશે.