પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવારે હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યાં શિવાલયો

પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવારે સોમવતી અમાસનાં શુભ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. સોમેશ્ર્વર મહાદેવનાં ચરણોમાં હજારો ભાવિક ઉમટી પડ્યા હતા. મંગળા આરતીમાં સમગ્ર મંદિર શિવમય બન્યું હતું. જય ભોલેનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ગુજરાતમાં શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે રાજકોટ ખાતે સર્વેશ્ર્વર મહાદેવ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. છેલ્લા સોમવારને કારણે શિવાલયોમાં ભગવાનનાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી.

સુરતમાં પણ શ્રાવણ મહિનાનાં છેલ્લા દિવસે જય ગંગેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારને લઈ ભક્તોનાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.આજે શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે મહારાષ્ટ્રનાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે બાબુલનાથ મંદિરમાં ભક્તો પ્રાર્થનાં કરે છે.શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મયપ્રદેશનાં ઉજ્જૈન ખાતે આવેલ મહાકાલનાં મંદિર ખાતે ભસ્મ આરતી કરવામાં આવી હતી

આજે શ્રાવણ મહિનામાં આવતા સોમવારના દિવસે અમાસ હોવાથી સોમવતી અમાસનું મહત્વ પણ વધી ગયું છે. આ દિવસે પિતૃતર્પણ, શિવ ભક્તિ, જપ, તપ દાન, પુણ્ય કરવાનો મહિમા અનેક ગણો વધી જાય છે. છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં આજે વિશેષ પૂજા કરવામાં આવી હતી શ્રાવણના સોમવારના દિવસે ભક્તો પોતાના પાપકર્મો ધોવા, તમામ પ્રકારના દોષોથી મુક્તિ મેળવવા ભોળાનાથને ભજવવા વહેલી સવારથી મંદિરોમાં, ઘરોમાં પૂજા-પાઠ કરવા લાગ્યા હતાંછે. શ્રાવણના છેલ્લા સોમવારે મંદિરોના પરિસર, ગર્ભગૃહ શિવના નામથી ગૂંજી ઉઠ્યું છે. અમદાવાદના રામેશ્ર્વર મહાદેવમાં આજે વિશેષ પુજા રાખવામાં આવી હતી અને મંદિર પરિષરમાં બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Don`t copy text!