હૈદરાબાદ, તેલંગાણા વિધાનસભા ચૂંટણીની તૈયારી તમામ પાર્ટીઓએ શરૂ કરી દીધી છે. આંધ્ર પ્રદેશના રાજકારણમાં મહત્ત્વના ખેલાડી બની ચુકેલી પવન કલ્યાણની જનસેના પાર્ટી હવે તેલંગાણાના રાજકારણમાં પણ પગ મુકી રહી છે. પવન કલ્યાણની પાર્ટી તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી લડશે. અભિનેતાથી નેતા બનેલા પવન કલ્યાણની આગેવાની ધરાવતી જનસેના પાર્ટી તેલંગામાં ૩૨ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા જઇ રહી છે.
મહત્ત્વપૂર્ણ છે કે તેલંગામામાં ૧૧૯ વિધાનસભા બેઠક છે. પાર્ટીએ જાણકારી આપી કે પવન કલ્યાણ રાજ્યમાં ચૂંટણી પ્રચાર પણ કરશે. પાર્ટી ગ્રેટર હૈદરાબાદ મહાનગરપાલિકા અને ખમ્મમ જિલ્લાની આસપાસની બેઠકો પર ચૂંટણી લડશે.
જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે કહ્યું હતું કે તેમણે ભાજપ પર પુરોે વિશ્ર્વાસ છે કે તે ચૂંટણીમાં બન્ને વિપક્ષી પક્ષ સાથે જોડાશે. જાણકારી અનુસાર, પાર્ટી કુકટપલ્લી, એલબીનગર, નગરકુર્નૂલ, વૈરા, ખમ્મમ, મુનુગોડુ, કુથુબુલ્લાપુર, સેરિલિંગમપલ્લી, પાટનચેરૂ, સનથ નગર, કોઠાગુડેમ, ઉપ્પલ, અશ્ર્વરાવપેટ, પાલકુર્તી, નરસંપેટ, સ્ટેશન ધનપુર, હુસ્નાબાદ, રામા ગુંડમ, જગિત્યાલા, નકિરેકલ, હુજુર નગર સામેલ છે. મંથની, કોડદા, સત્થુપલ્લી, વારંગલ પશ્ર્ચિમ, વારંગલ પૂર્વ, મલ્કાજીગિરી, ખાનાપુર, મેડચલ, પાલેરૂ, ઇલંડુ અને મધિરા ચૂંટણી વિસ્તારમાં ચૂંટણી લડશે.
મહત્ત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ પહેલા પવન કલ્યાણે આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલા પવન કલ્યાણ રાજામહેન્દ્રવરમ કેન્દ્રીય જેલમાં જઇને ચંદ્રબાબુ નાયડુને મળ્યા હતા.