- 16 કલાક પહેલાં પાવાગઢ મંદિર દિવાળીના તહેવારમાં સવારે 5 કલાકે ખુલશે.
પાવાગઢ , પાવાગઢ ખાતે રજાઓ અને તહેવારોના દીવસોમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે દિવાળીને લઇને મીની વેકેશન જાહેર થવાનું છે. રજાઓના દીવસો હોવાથી પાવાગઢ મંદિર ખાતે દર્શન કરવા ભારે ભીડ ઉમટી પડવાની શકતાથી ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદીર રોજ સવારે 6 વાગે ખુલતું હતું.
તેના બદલે વહેલી સવારે 5 કલાકે મંદિર ખુલવાનો નિર્ણય લીધો છે. દિવાળીના તહેવારો દરમિયાન મંદિર ખુલવા અને બંધ થવાના સમયની મંદિર ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી જાહેર કરાઈ છે. યાત્રાળુઓને દર્શન માટે સરળતા રહેશે. જેમા કાળીચૌદશ તા.11 થી ભાઈબીજ તા. 15 નવે દરમિયાન મંદિર વહેલી સવારે 5 કલાકે ખુલશે અને 7.30 સાંજે બંધ થશે.