
પાવાગઢ કાલિકા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ‘બિપરજોય’ વાવાઝોડાને અનુલક્ષીને આવતીકાલે તારીખ ૧૫ જૂન ૨૦૨૩ના બપોરે ૧૨ વાગ્યાથી લઈને તારીખ ૧૬ જૂન બપોરે ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પાવાગઢ મહાકાળી મંદિર બંધ રહેશે જેની નોંધ લેવા માઈ ભક્તોને અનુરોધ કરાયો છે.પવનની તીવ્રતાને ધ્યાનમાં લઈને નિર્ણય કરાયો છે,હવે પછી આગળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સૂચના જાહેર કરાશે.