પાવાગઢ,
પંચમહાલના પાવાગઢ યાત્રાધામ ખાતે રવિવારના દિવસે યાત્રાળુઓનું ધોડાપુર જોવા મળ્યું. એક દિવસમાં 1 લાખ ઉપરાંત યાત્રાળુઓએ માતાજીના દર્શન કર્યા.
પાવાગઢ યાત્રાધામ ખાતે રવિવારના રજાના દિવસે માઈ ભકતોનું ધોડાપુર જોવા મળ્યું. રવિવારની રજા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે યાત્રાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડયા હતા. વહેલી સવારના યાત્રાળુઓના ભારે ધરાસો જોવા મળ્યો. પાવાગઢ યાત્રાધામના નવિનીકરણ બાદ યાત્રાળુઓને પાવાગઢના દર્શન કરવા માટે ભારે ઉમળકો જોવા મળી રહ્યો છે. જેને લઈ પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. આજરોજ રવિવારની રજાને લઈ અંંદાજીત 1 લાખ ઉપરાંત યાત્રાળુઓ ઉમટી પડયા હતા. માતાજીના ધામ ખાતે જાણે દર્શનાર્થીઓનું ધોડાપુર જોવા મળ્યું. મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતાં મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા સધન અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માઈ ભકતો માતાજીના દર્શન કરી અને પાવાગઢના અલહાદક વાતાવરણને લઈ ખુશ અને ભાવવિભોર બન્યા.