પાવાગઢ યાત્રાધામ ખાતે નીજ મંદિર પરિસરની પાછળની દિવાલનું બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે દિવાલ ધારાશાઈ થયાના સમાચાર પ્રસિદ્ધ થયા છે. તેના મંદિરના ટ્રસ્ટીઓએ ખુલાસો કર્યો જે દિવાલનું બાંધકામ થતું હતું. તે લાઈન (ચુના) અને કોંક્રીટ થી બાંધકામ થતું હતં. તે સુકાતા ત્રણ થી ચાર દિવસ લાગતા હોય છે. પરંતુ વરસાદી સીજનને ધ્યાનમાં લઈ ટ્રસ્ટ દ્વારા દિવાલ ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પાવાગઢ યાત્રાધામના રિનોવેશન અને નવિનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પાવાગઢ નીજ મંદિર પરિસરની પાછળ દાદરની દિવાલનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. દિવાલના બાંધકામમાં લાઈમ ચુનો અને કોંક્રીટનો ઉ૫યોગથી ચણતર કરાઈ રહ્યું હતું. લાઈમ ચુનાના બાંધકામને સુકાતા ત્રણ થી ચાર દિવસ લાગતો હોય છે. હાલ ચોમાસાની સીજનને લઈ ચણતર સુકાતા વાર લાગે તેમ હોય જેને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાલને ઉતારી લેવાનો નિર્ણ્ય લેવામાં આવ્યો હતો. મંદિર પરિસરની દિવાલ ધારાશાઈ થયાના સમાચાર ખોટો અને તથ્ય વગરના હોવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો.