પાવાગઢ,
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ભારતીય પુરાતત્વ વિભાગ એ ૧૫ જુન સુધી પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ૩૧ મે સુધી માતાજીના પ્રત્યક્ષ દર્શન માટે બંધ રાખવામાં આવ્યો હતો. આજરોજ જીલ્લામાં કોરોનાની સ્થિતીને જોતાં મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૫ જુન સુધી માતાજીના પ્રત્યક્ષ દર્શન માટે ભાવિભકતો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માઈ ભકતો માતાજીના ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે. જ્યારે પાવાગઢ અને ચાંપાનેર ખાતે આરક્ષિત મોન્યુમેન્ટમાં પ્રવાસીઓ માટે બંધની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ૧૫ જુન એટલે ૧૬ દિવસ માટે પ્રવાસીઓ માટેનો પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. વર્લ્ડ હેરીટેઝમમાં સ્થાન ધરાવતા પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલ ૧૧૪ મોન્યુમેન્ટ પૈકી ૩૯ મોન્યુમેન્ટ પુરાતન વિભાગ દ્વારા આરશિક્ષત કરાય છે. તેના પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.