એક વષૅથી વક્રી રહેલ કોરોના મહામારીમાં પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢના ડુંગર પર બિરાજમાન માં મહાકાળીનાં મંદિર એ ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો માય ભક્તો દુર દુર થી દશૅન માટે આવતાં હોય છે.પંરતુ છેલ્લા એક વર્ષથી દેશભરમાં કોરોના વાયરસની મહામારીમાં ગત વર્ષે પણ માં મહાકાળી ના દશૅન બંધ કરી દેવામાં આવ્યા હતાં.જોકે ગત વર્ષે દશૅનનાંથી માટે સ્કીન પર દશૅન વ્યવસ્થા કરવામાં આવી હતી.
એપ્રિલ ૨૦૨૧ માં ૧૨ થી ૨૮ એપ્રિલ ચૈત્ર માસમાં નવરાત્રી ને ધ્યાનમાં રાખી કોરોના પરીસ્થીતી વધું ગંભીર બનતાં જિલ્લા પોલીસ વડા તેમજ પાવાગઢ યાત્રાધામના ટ્રસ્ટી મંડળ દ્વારા સંક્રમણ પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને બીજા વષૅ પણ પાવાગઢ યાત્રાધામના ડુંગર પર બિરાજમાન માં મહાકાળીનાં દશૅન ભાવિ-ભક્તો માટે દુર્લભ રહશે.આ વષૅ ટ્રસ્ટી મંડળ ના જણાવ્યા અનુસાર સંક્રમણને અટકાવવા માટે સ્કીન દશૅન પણ બંધ રાખવામાં આવશે.પાવાગઢ ટ્રસ્ટી ના જણાવ્યા અનુસાર કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભાવિ-ભક્તો ઘરે બેઠા ઓનલાઈન દશૅન કરે તે માટે સંદેશ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.