- શક્તિપીઠ પાવાગઢનો અદ્દભુત નજારો
- પાવાગઢમાં સોળે કળા એ ખીલી ઉઠી પ્રકૃતિ
- વરસાદી માહોલમાં નયરમ્ય દ્રશ્યો જોવા મળ્યા
- બહુ પ્રચલિત એવો ખૂણિયા મહાદેવ ધોધ શરૂ થયો
રાજ્યમાં સારા વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતાં પાવાગઢ પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. પાવાગઢ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે. પાવાગઢ પર્વતને વાદળોએ ઘર બનાવી લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પંચમહાલમાં સારો વરસાદ થતા પાવાગઢ અને તેની આસપાસના પર્વતો પર ધોધ અને ઝરણાઓ ફરી જીવંત થયા છે. વિખ્યાત ખૂણિયા મહાદેવનો ધોધ ફરી શરૂ થતા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. લોકો મહાકાળી માતાજીના દર્શન સાથે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે.
સહેલાણીઓ માણી રહ્યા છે પ્રકૃતિનો આનંદ
આજે રવિવારના દિવસે પર્યટકો અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. દેશ વિદેશથી આવેલા સહેલાણીઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. પાવાગઢના ડુંગર પર લીલી હરીયાળીની વચ્ચે વરસતા આ ધોધને જોવા અને તેની સાથે સેલ્ફી લેવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.