- પાવાગઢ તળેટીમાં વહેલી સવારથી વાહનોની ભારેભીડને વાહનો ડાયવર્ડ કરાયા.
પાવાગઢ યાત્રાધામ ખાતે આજે રવિવાર અને ગુરૂપૂર્ણિમાને લઈ વહેલી સવારથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પાવાગઢ ખાતે પહોંચતા વાહનોનો ભારે જમાવડો થતાંં વાહન પાર્કિંગની સમસ્યા જોવા મળી હતી.
સુપ્રસિઘ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારની રજા અને ગુરૂ પૂર્ણિમાના બેવડા સંજોગોને લઈ વહેલી સવારથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પાવાગઢ પહોંચ્યા હતા. બાવા બજારથી મંદિર સુધીના પગથિયા ઉપર હજારો દર્શનાર્થીઓને તબકકાવાર માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચવા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રઘ્ધાળુઓ દર્શનાર્થે પહોંચતા માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓ કલાકો સુધી મંદિરના પગથિયામાંં ઉભા રહેવું પડયું હતું.
પાવાગઢ તળેટીમાં વાહનોના જમાવડો થતાં પોલીસ દ્વારા માંચી સુધી જમા વાહનો અટકાવી દેવામાંં આવ્યા હતા. બોડેલી રોડ ઉપર ધનકુવા અને હાલોલ તરફ ટીમ્બી પાસે બેરીકેટ કરીને વાહનોને વડાતળાવ તરફ ડાયવર્ટ કરાયા હતા. દર્શનાર્થીઓ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવેલ હોય અને શ્રધ્ધાળુઓની મોટી ભીડ વચ્ચે પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દર્શન કર્યા હતા.