- અમદાવાદ થી છેલ્લા 15 વર્ષથી આવે છે.
પાવાગઢ,
પાવાગઢ યાત્રાધામ ખાતે અમદાવાદના માઈ ભકતો પગપાળા સંધ સાથે માતાજીના દર્શને આવી માતાજીના દર્શન કર્યા.
પાવાગઢ યાત્રાધામ ખાતે અમદાવાદના માઈ ભકતો માતાજીની ધજા સાથે ડી.જે.ના તાલે પગપાળા દર્શન માટે પાવાગઢ આવ્યા હતા. આ માઈ ભકતો છેલ્લા 15 વર્ષથી પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે પગપાળા સંધ લઈ આવે છે. માઈ ભકતો ગરમી કે અન્ય કોઈપણ ચિંતા વગર અબાલ વૃધ્ધ અને બાળકો સાથે પગપાળા સંધ આવે છે. આજે અમદાવાદના માઈ ભકતોનો સંધ પાવાગઢ મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.