પાવાગઢ યાત્રાધામ ખાતે શ્રાવણ મહિનામાં પહેલા 6 દિવસ 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન મીડટર્મ મેન્ટેનન્સને લઈ રોપ-વે સેવા બંધ રાખવામાં આવનાર છે. ત્યારે પાસ રોપ-વે થી દર્શન કરવા ઈચ્છુક દર્શનાર્થીઓએ તેની નોંધ લેવી.
પાવાગઢ યાત્રાધામ ખાતે માતાજીના દર્શન માટે આવતા દર્શનાર્થીઓ માટે શ્રાવણ મહિનામાં પ્રથમ 6 દિવસ એટલે 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન પાવાગઢ માંચીથી મંદિર સુધીની રોપ-વે સેવાઓ મિડટર્મ મેન્ટેનન્સને લઈ બંધ રાખવામાં આવશે. જેથી પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ 11 ઓગસ્ટ પછીનુ આયોજન કરવુ. જયારે 6 દિવસ રોપ-વે સેવા બંધ રહેતા માંચીથી દર્શનાર્થીઓએ રેવાપથના પગથિયા ચઢીને દર્શન કરવાના રહેશે.