પાવાગઢ યાત્રાધામ ખાતે રોપ-વે સેવા ખોરવાય તો દર્શનાર્થીઓને બચાવવાનું મોકડ્રીલ કરાયું

પાવાગઢ,પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત રોપ-વે સર્વિસ ખાતે ઇમરજન્સીના સમયે કરવામાં આવતી કામગીરીની ચકાસણી માટેની મોક એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાવાગઢ ખાતે આવેલ રોપ- વે સેવા ખોટકાતા સવાર મુસાફરોનો કઈ રીતે બચાવ કરવો તથા તેમને રોપ- વે કેબિન માંથી સુરક્ષિત નીચે ઉતરવાની સ્ટાન્ડર્ડ ઓપરેશન પોલીસીની ચકાસણી કરવામાં આવી હતી. આ મોકડ્રીલ જિલ્લા ડિઝસ્ટર એકમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તથા NDRF , મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડેમી/IHRDCતથા પવાગઢ રોપ- વે ખાતેની ઇમરજન્સી ક્વીક રિસપોન્સ ટીમ દ્વારા સાથે મળી આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડેમી/IHRDCદ્વારા ચલાવવામાં આવતા ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર ફ્રેન્ડશીપ એન્ડ નોલેજ શેરીંગ પ્રોગ્રામ અંતર્ગત અત્રેના જિલ્લાની મુલાકાતે આવેલ નેપાળ દેશનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા બાહ્ય ઓબઝર્વર તરીકે કામગીરી કરાઇ હતી.