પાવાગઢ યાત્રાધામ ખાતે પોલીસવડાની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

પાવાગઢ, સ્વચ્છ ભારત અંતર્ગત ક્લીન ભારત ગ્રીન ભારત હેઠળ યાત્રાધામોને સ્વચ્છ કરવાના અભિયાનને લઈ આજે પંચમહાલ જીલ્લાના યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા હેઠળ સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના સાત તાલુકા પોલીસ મથકના 200 ઉપરાંત પોલીસ કર્મચારીઓ આ સ્વચ્છ અભિયાનમાં જોડાયા હતા. આથી નવ વર્ષ પહેલા 2જી ઓક્ટોબર 2014 થી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે અભિયાનને વધુ વેગ આપવા હાલમાં ક્લીન ભારત ગ્રીન ભારત હેઠળ યાત્રાધામોને સ્વચ્છ બનાવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં યાત્રધામોને સ્વચ્છ કરવાના લોક સંદેશો આપવા આજે વહેલી સવારે પંચમહાલ જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડની અધ્યક્ષતામાં જીલ્લાના સાત તાલુકા પોલીસ મથકના પી.આઈ, પી.એસ.આઈ, પોલીસ કોસ્ટેબલ, એલ.સી.બી., એસ.ઓ.જી. સહીત 200 ઉપરાંત પોલીસ જવાનો ઉપસ્થતિ રહી જુદી જુદી ટુકડીઓ બનાવી પાવાગઢ માંચી થી ડુંગર પર આવેલ દુધિયા તળાવ તેમજ મંદિર પરિસદ સુધીના વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યું હતું. આજે યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાતા લોકોને સંદેશ પાઠવામાં આવ્યો હતો અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે પોતાનું આંગણું, પોતાના વિસ્તાર, ગામ શહેર, તેમજ દેશને સ્વચ્છ રાખવા સ્વચ્છ ભારત અંતર્ગત ક્લીન ભારત ગ્રીન ભારત હેઠળ યાત્રાધામોને પણ સ્વચ્છ રાખવા જણાવ્યું હતું.