પાવાગઢ,પાવાગઢ યાત્રાધામ ખાતે 18 માર્ચ થી 23 માર્ચ સુધી મેઈન્ટેનન્સ કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. યાત્રાળુઓને રોપ-વે સેવા બંધ રહેતા પગથીયા ચડીને માતાજીના દર્શન માટે જવુંં પડશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી સંંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શન માટે આવતાં હોય તેમાં ગુજરાત અને અન્ય રાજ્યો માંથી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. માંચી ખાતે ચાલતી રોપ-વે સેવાને લઈ યાત્રાળુઓને સુગમતાથી દર્શન થઈ જતા હોય છે. ત્યારે 18 માર્ચ થી 23 માર્ચ સુધી 6 દિવસ માટે રોપ-વેના મેઈન્ટેનન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. જેને લઈ યાત્રાળુઓએ માંચી થી પગથીયા ચડીને દર્શન માટે જવું પડશે.