પાવાગઢ વડાતળાવ ખાતે શ્રીજીની પ્રતિમા વિર્સજન વખતે ક્રેઈનનો પટ્ટો તુટી ક્રેઈન પલ્ટી જતાં અફડાતફડી મચી

  • ક્રેઈન પલ્ટી જવાની ધટનામાં પાંચ વ્યકિતને ઈજાઓ થતાં રેફરલમાં ખસેડાયા.
  • સ્થાનિક વહિવટી તંત્ર પોલીસ અધિકારી અને ધારાસભ્ય ધટના સ્થળે દોડી આવ્યા.
  • મોટી સંખ્યામાં લોકોની હાજરી થતાં કોઈ જાનહાનિ નહિ થતાં હાશકારો.

પાવાગઢ,પંચમહાલ જીલ્લાના હાલોલ, ધોધંબા અને જાંબુધોડા ખાતે આજરોજ ગણેશ વિર્સજન શોભાયાત્રા નિકળી હતી અને સ્થાપિત મૂર્તિઓનું વિર્સજન પાવાગઢ વડાતળાવ ખાતે કરાઈ રહ્યું હતું. તે સમયે ક્રેઈનનો પટ્ટો તુટતાં પલ્ટી જતાં અનબેલેન્સ થઈ જતાં પલ્ટી ખાઈ જવા પામી હતી. ક્રેઈન પલ્ટી જતાં પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતાં હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાલોલ, ધોધંબા અને જાંબુધોડા ખાતે 10 દિવસે આનંદ ચૌદશના દિવસે ગણેશ મંંડળો દ્વારા સ્થાપિત કરાયેલ શ્રીજીની મૂર્તિઓના વિર્સજન માટે ગણેશ વિર્સજન શોભાયાત્રા નિકળી હતી. હાલોલ ગણેશ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓ પાવાગઢ વડાતળાવ ખાતે વિર્સજીત કરવાની હોય જેને લઈ વહીવટી તંત્ર દ્વારા ક્રેઈનની વ્યવસ્થા સાથે તરવૈયાઓ સહિતની ટીમે કામે લગાડવામાં આવી હત. હાલોલમાં બે સ્થળોએ શ્રીજી પ્રતિમા વિર્સજન વ્યવસ્થા શાંતિપૂર્ણ ચાલી રહી હતી. તે વખતે પાવાગઢ વડાતળાવ ખાતે શ્રીજીની પ્રતિમા વિર્સજીત સમે ક્રેઈનનો પટ્ટો તુટયો હતો. ક્રેઈનનો પટ્ટો તુટતા ક્રેઈન અનબેલેન્સ થઈ સમતુલ ગુમાવતા ક્રેઈન પલ્ટી જવા પામી હતી. ક્રેઈન પલ્ટી જવાથી ધટનામાં પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક બનેલ દુર્ધટનામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યકિતઓને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પાવાગઢ વડાતળાવ ખાતે શ્રીજીની પ્રતિમા વિર્સજન સમયે ક્રેઈનનો પટ્ટો તુટવાથી પાંચ વ્યકિત ઈજાગ્રસ્ત થવાની ધટનાની જાણ થતાં સ્થાનિક વહિવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. ગણેશ વિર્સજન યાત્રામાં મોટી સંખ્યામાં ધટના સ્થળે લોકો હાજર હોય પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ક્રેઈન પલ્ટી જવાની જાણ થતાં ધારાસભ્ય દોડી આવ્યા હતા. વહીવટીતંત્રએ કોઈ જાનહાનિ નહિ થતાં હાશકારો લીધો હતો.