પાવાગઢ વડાતળાવ ખાતે ધોધંબા આર.એફ.ઓ.ના કેમેરામાં દુર્લભ રાખોડી શિર ટીટોડી જોવા મળી

ધોધંબા, મધ્ય ગુજરાતમાં વિદેશી પક્ષી અને નવું રાખોડી શિર ટીટોડી નામનું પક્ષી પંચમહાલના પાવાગઢ ખાતે આવેલા વડાતળાવમાં જોવા મળ્યું છે. ઘોઘંબાના સામાજિક વનીકરણ વિભાગના આરએફઓના કેમેરામાં આ દુર્લભ પક્ષી કેદ થયું છે. રાખોડી શિર ટીટોડી પક્ષી અહીં જોવા મળતાં પક્ષીવિદો અને વન્યજીવ રસિકો માટે આ એક ખુશીના સમાચાર છે.આ પક્ષીને અંગ્રેજીમાં Gray Headed lapwig તરીકે ઓળખવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતમાં આ પક્ષી એકવાર સુરેન્દ્રનગર પંથકમાં જોવાયું હતું. હાલ પાવાગઢ વડા તળાવ ખાતે કાદવ ખૂંદનાર પક્ષીની 40 જેટલી પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. જેમાંથી 15 થી 20 વિદેશી પક્ષીમહેમાન બન્યા છે. જોકે, વડાતળાવ ખાતે લોકોની સતત અવરજવર સહિતની પ્રવૃત્તિને લઈ અહીં પક્ષીઓને માંડ શાંતિથી બેસવા મળતું નથી. જેથી આ તળાવના વિસ્તારને પ્રોટેક્ટ કરવામાં આવે તો પક્ષીઓ વધુ સમય સુધી અહીં વિશ્રામ કરી શકે એમ છે, એવો મત આરએફઓ વ્યક્ત કરી રહ્યા છે.

પંચમહાલના જંગલો નયનરમ્ય, વનસ્પતિ અને વન્યજીવોથી સમૃદ્ધ છે.કુદરતે પ્રાકૃતિક સૌંદર્ય અહીં છૂટે હાથે વેર્યું છે. અહીંના જંગલો ઔષધિય, ફળાઉ અને દુર્લભ વનસ્પતિ અને અન્ય જૈવ વૈવિધ્યથી ભરપૂર છે ઉપરાંત આપણા જંગ્લો રીંછ, દીપડા, ઝરખ, ચૌશિંગા, વનીયર જેવા અનેક પ્રાણીઓ અને વિવિધ પક્ષીઓથી ભરપૂર છે. પરંતુ પાવાગઢ નજીક આવેલા વડાતળાવપક્ષી દર્શન અને ફોટોગ્રાફી કરતાં જયેશ દુમાદિયાના કેમેરામાં એક દુર્લભ પક્ષી કેદ થયું છે. જેને અંગ્રેજીમાં Gray Headed lapwig તરીકે ઓળખવામાં આવે છે. આ પક્ષી મૂળ ચીન, જાપાન, મંગોલીયા બાજુથી શિયાળામાં ભારતના કેટલાક રાજ્યો, શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં મહેમાન બનતું પક્ષી છે. જે મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત પુરાવા સાથે નોંધાયું છે.”કાદવ ખૂંદનારા (ૂફમયતિ) પક્ષીઓ જેવા કે મોટો બગલો, ફાટી ચાંચ ઢોંક,ચમચા, તુતવારી, તેજપર વગેરેના ફોટો આરએફઓ ક્લિક કરી રહ્યા હતા દરમિયાન ખેંચતા હતા તે દરમ્યાન દૂરથી પક્ષી જોવાયું હતુંઙ જે ટીટોડી હતી પણ પંચમહાલમાં જોવા મળતી બંને પ્રજાતિ માંથી એક પણ નહોતી. જેથી વધુ ફોટા અને વિડીઓ ગ્રાફી કરી હતી. સાથે નજીક જવાનો પ્રયાસ કરતાં આ પક્ષી દૂર જઇને બેઠી હતી. આ વિદેશી પક્ષીની સામાન્ય વર્તણૂંક અહીંના પક્ષી કરતાં થોડી અલગ જોવા મળી રહી છે, એ માણસને જોઈ સતર્ક બની ઉડી જતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આપણી અહીંની પ્રજાતિની બે ટીટોડીઓ મોટેભાગે જોડીમાં જોવા મળતી હોય છે. પણ આ પક્ષી એકલું જોવા મળ્યું હતું.