પાવાગઢ તળેટી ખાતે વાઘેશ્વરી માતાજીના મંદિરે પાવાગઢ પરિક્રમા યાત્રા શરૂ થઈ

હાલોલ, હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ખાતે યોજાનાર પાવાગઢ પરીક્રમા યાત્રાના અગાઉના દિવસે પરીક્રમાં યાત્રા સમિતિ દ્વારા યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી બે દિવસ ચાલનારી પાવાગઢ પરીક્રમાં યાત્રાને લઈ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અંદાજિત 825 વર્ષ પહેલા વિશ્ર્વામિત્ર ઋષિએ પાવાગઢ પરીક્રમાની શરૂઆત કરી હતી. આ પરીક્રમાને વિશ્વામિત્રી પરીક્રમા તરીકે પણ ઓળખાય છે. વર્ષો જતા આ પરીક્રમા વિસરાઈ ગઈ હતી. વર્ષ-2016માં ફરી એકવાર પાવાગઢ પરીક્રમા શરૂ કરી હતી. બે વર્ષથી કોરોનાના લીધે પરીક્રમા મર્યાદિત ભકતોની હાજરીમાં યોજાતી હતી. ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં ભકતો આ યાત્રામાં જોડાય તે અંગે તેઓના રજીસ્ટ્રેશન હાથ ધરાયુ હોવાનુ પરીક્રમા સમિતિ દ્વારા જણાવાયુ હતુ. પાવાગઢ તળેટી ખાતે આવેલ વાઘેશ્ર્વરી માતાજીના મંદિર ખાતેથી તા.11ને ગુરૂવારના રોજ વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભાવિ ભરતો એકઠા થઈ સંતો મહંતોના આશિૈર્વાદ તેમજ પાવાગઢ પરીક્રમા સમિતિ તેમજ સ્થાનિકો દ્વારા યાત્રાનુ આયોજન કરાયુ હતુ. જયારે 44 કિ.મી.લાંબી પાવાગઢ પરિક્રમા યાત્રા પાવાગઢ ગામની અંદરથી ટપલાવ હનુમાનજી મંદિર, કોટકાલી મંદિર, મેડી મદાર, સીધનાથ મહાદેવ મંદિર થઈને નારાયણ ધામ તાજપુરા ખાતે રાત્રી રોકાણ કરવામાં આવ્યુ હતુ. તેમજ બીજા દિવસે તા.12ના રોજ તાજપુરાથી ધાબાડુંગરી ખુણીયા મહાદેવ મંદિરે થઈને વાઘેશ્ર્વરી માતાજીના મંદિર ખાતે યાત્રા પુર્ણ થનાર હોવાનુ પરિક્રમા સમિતિ દ્વારા જણાવાયુ હતુ.